Proud of Gujarat
FeaturedGujaratINDIA

નકલી ચલણી નોટો સાથે ઝડપાયેલા રાધારમણ સ્વામી સહિત ચાર આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા ૪ દિવસના રિમાન્ડ.

Share

નકલી ચલણી નોટો સાથે ઝડપાયેલા રાધારમણ સ્વામી સહિત ચાર આરોપીઓ કોર્ટમાં રજૂ, 4 દિવસના રિમાન્ડ. ખેડા જીલ્લામાં અંબાવ ગામ સ્વામિનારાયણ મંદિરના સાધુ રાધારમણ સ્વામી સહિત પાંચની સુરત ક્રાઈમ બ્રાન્ચે 1.26 કરોડની2000ની ડુપ્લિકેટ ચલણી નોટો સાથે ધરપકડ કરી હતી.આજે ચારઆરોપીઓને સુરત સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કોર્ટ દ્વારા 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સ્કોડા કાર તેમજ 2000ના દરની 5013 ડુપ્લિકેટ નોટો કબજે કરી હતી. ડુપ્લિકેટ નોટો ખેડા જિલ્લામાં અંબાવગામ સ્વામિનારાયણ મંદિરના સાધુ રાધારમણ સ્વામીના રૂમમાં કલર ઝેરોક્ષ મશીન અને લેઝર પ્રિન્ટરથી 2000ના દરની નોટો છાપી પ્રસાદના નામે બોક્ષમાં પેક કરી પ્રવીણના બન્ને પુત્રો કાપડની થેલીમાં લઈને સુરત આવતા હતા. ખેડાથી તેઓ ટ્રેન અથવા તો પ્રાઇવેટ વ્હીકલમાં આવતા હતા. ક્રાઇમબ્રાંચના ડીસીપી રાહુલ પટેલે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપી હતી. ડુપ્લિકેટ નોટ મામલે મુખ્ય સૂત્રધાર પ્રવિણ ચોપડા, તેનો પુત્ર કાળુ, મિત્ર મોહન વાઘુરડે, પ્રતિક ચોડવડીયા અને રાધારમણ સ્વામીની ધરપકડ કરી છે. જ્યારે પ્રવિણનો અન્ય પુત્ર પ્રદીપ પ્રવિણ ચોપડા ભાગી જતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા રાધારમણ સ્વામી સહિત ચાર આરોપીઓને સુરત સેશન્સ કોર્ટમાં રજૂ કર્યા હતા. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ 11 મુદ્દાઓ પર 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતા. કોર્ટે 4 દિવસના તારીખ 28.11.2019 સુધીના રિમાન્ડ મજૂર કર્યા છે. રિમાન્ડના મુદ્દાઓમાં સ્વામીને સાથે રાખી ખેડાના અંબાવ ગામ જઇ સ્થળ તપાસ કરવા, નોટો ક્યાં ક્યાં અને કેવી રીતે સપ્લાય કરી છે, મશીન ક્યાંથી લાવ્યા અને કેવી રીતે છાપતા તે તપાસ કરવા જેવા મુદ્દાઓની સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનિય છે કે, મંદિરમાં જ નકલી નોટો છાપવામાં આવી હોવાની પ્રાથમિક તપાસમાં સામે આવ્યા બાદ અને નકલી નોટોની સપ્લાય પ્રસાદના બોક્સમાં કરવામાં આવતી હોવાની માહિતી બાદ સમગ્ર તપાસમાં મુખ્ય કેન્દ્ર રાધારમણ સ્વામી જ છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરની મોદી નગર મિશ્રાશાળાનો છતનો સ્લેબ ધરાશાયી થતા દોડધામ…

ProudOfGujarat

1 વાગ્યા સુધીમાં 35 ટકા મતદાન, જાણો કયા જિલ્લામાં થયું કેટલું મતદાન.

ProudOfGujarat

અંકલેશ્વર નેશનલ હાઇવે નં. 48 પર ખરોડ ચોકડી પાસે લેન્ડમાર્ક હોટલ સામે અજાણ્યા વાહનની ટકકરે એક વ્યક્તિનું મોત થયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!