સુરતના પાંડેસરા ખાતે અનાજ કરિયાણાની દુકાન ચલાવતાં અનિલનો નજીકમાં રાજેન્દ્ર મિશ્રાના મકાનમાં રામુ નામના ભાડૂતના ઘરે વાયરિંગનું કામ કરવા ગયો હતો આ દરમ્યાન રામુ સાથે કોઈક બાબતે બોલાચાલી થઈ હતી આ દરમ્યાન રામુ અને તેની પત્નીએ અનિલના ઘરે આવી ઝધડો કર્યો હતો અને ત્યારબાદ શનિવારના રોજ અનિલને પોલીસ ઉપાડી ગઈ હતી અને રામુ અને તેના મકાન માલિક રાજેન્દ્ર મિશ્રાએ પંચાલ નામના પોલીસવાળા પાસે ઢોર માર મરાવીને ઇજાઓ કરી હતી માતાને જાણ થતાં તે પોલીસ મથકમાં મળવા ગઈ હતી તો તેને પુત્ર અનિલ સાથે મળવા પણ દીધો ન હતો અને જમવાનું પણ નહીં આપવા દેતા અને રવિવારે છૂટેલા અનિલને મારમારવાની ધટનામા ઇજા થતાં તેને સિવિલ હૉસ્પિટલમાં સારવાર લેવાની ફરજ પડી હતી તેની માતાએ પંચાલ નામના પોલીસવાળા સામે તેમજ રામુ અને તેના મકાન માલિક સામે પગલાં ભરવામાં આવે તેવી માંગણી કરી છે. આ સમગ્ર ધટનાની લોકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે.
સુરતના પાંડેસરા ખાતે મકાનમાં વાયરિંગ કરવા ગયેલા યુવકને માર મારવામાં આવ્યો અને પોલીસને સોંપતા તેને એક પોલીસવાળાએ માર મારતા યુવાને સિવિલ હૉસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો.
Advertisement