સુરત ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરી દંડ ભરવામાં સુરત શહેરના લોકોએ ઈતિહાસ રચી દીધો છે. ટ્રાફીક નિયમનો નવો કાયદો આવ્યા બાદ સુરત એક એવુ શહેર બની ગયુ છે કે જ્યાં રાજ્યમાં સૌથી વધુ દંડ વસૂલવામાં આવી રહ્યું છે. માત્ર બે દિવસની વાત કરવામાં આવે તો સુરત શહેર ટ્રાફિક પોલીસે સુરતીઓ પાસે થી 36,24,500 રૂપિયાનો દંડ વસુલ કર્યો છે.દરેક બાબતમાં આગળ રહેનાર સુરતીઓ હવે ટ્રાફિક દંડ ભરવામાં પણ નંબર વન બની ગયુ છે. રાજ્યમાં સૌથી વધુ ટ્રાફિક દંડ વસૂલવામાં આવી રહ્યો હોય અને ટ્રાફિક દંડ આપી રહ્યા હોય તો તે સુરત શહેર ના લોકો છે.સુરત શહેરમાં નવો ટ્રાફિક નિયમ આવ્યા બાદ અત્યાર સુધી કરોડો રૂપિયાની રકમ દંડ તરીકે વસુલવામાં આવી છે. છેલ્લા બે દિવસમાં રેકોર્ડ બ્રેક દંડ વસૂલવામાં આવ્યો છે.મોટર વ્હીકલ એમેન્ડમેન્ટ 2019 નો અમલ કરાવી તારીખ 21 નવેમ્બરના રોજ 18,75,000 હજાર જ્યારે 22 નવેમ્બરના રોજ 17,49,500 દંડ સ્થળ પરથી સુરત પોલીસે વસુલ કર્યો છે.સુરત પોલીસે અત્યાર સુધી દિવસમાં એવરેજ સાત લાખથી 10 લાખ સુધીનો દંડ વસુલ કરી રહી હતી. પરંતુ છેલ્લા બે દિવસમાં આ રેકોર્ડ બ્રેક દંડ વસૂલવામાં આવ્યો છે. સુરતના ઇતિહાસમાં પ્રથમ ઘટના હશે જ્યારે માત્ર એક દિવસમાં 18 લાખથી વધુ ટ્રાફિક દંડ વસૂલવામાં આવ્યો હોય. નવો નિયમ આવ્યા બાદ દરરોજ ટ્રાફિક પોલીસ દંડ વસૂલી રહી છે પરંતુ જે રીતે દંડની રકમ વધી રહી છે તેનાથી સાફ થાય છે કે હજુ સુધી સુરતના લોકો કાયદાને લઈને ગંભીર નથી. દંડ તો આપી રહ્યા છે પરંતુ કાયદાનો અમલ કરી રહ્યા નથી.
સુરત શહેર નાં વિવિધ વિસ્તારો માં થતા વાહનો ચાલકો ને પગલે પોલીસે આ અગે ચેકીંગ હાથ ધરતા ૩૬ લાખ નો દંડ વાહન ચાકલો પાસે થી પોલીસે વસુલ કર્યો છે
Advertisement