Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

સુરત બમરોલી 120 ફૂટ રોડ પર મોબાઈલ સ્નેચિંગ કરી ભાગતા સ્નેચરની રિક્ષા પલટી મારી ગઈ હતી જેથી બે સ્નેચરને લોકોએ ઝડપી પાડ્યા હતા

Share

સુરત બમરોલી 120 ફૂટ રોડ પર મોબાઈલ સ્નેચિંગ કરી ભાગતા સ્નેચરની રિક્ષા પલટી મારી ગઈ હતી. જેથી બે સ્નેચરને લોકોએ ઝડપી પાડ્યા હતા અને ફટકાર્યા હતા. ઘટનાની જાણ થતા પોલીસ આવી પહોંચી હતી અને બંને સ્નેચરને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. રોષે ભરાયેલા લોકોએ રિક્ષામાં તોડફોડ પણ કરી. મળતી માહિતી પ્રમાણે, બમરોલી 120 ફૂટ રોડ નજીક આવેલી ખાડી પાસે એક રાહદારીનો મોબાઈલ ઝૂંટવી રિક્ષામાં ચાર જેટલા સ્નેચર ભાગી રહ્યા હતા. રાહદારી સહિત લોકોએ પીછો કરતા સ્નેચરોએ રિક્ષા પરથી કાબુ ગુમાવતા પલટી મારી ગઈ હતી. જેથી તેમાં સવાર બે સ્નેચર ભાગી ગયા હતા. જ્યારે બે સ્નેચર લોકોના હાથે ઝડપાઈ ગયા હતા. સ્નેચરને રિક્ષામાંથી બહાર કાઢી ફટકાર્યા હતા. રોષે ભરાયેલા લોકોએ રિક્ષામાં તોડફોડ પણ કરી હતી. ઘટનાની જાણ થતા ઉધના પોલીસની પીસીઆર વાન આવી પહોંચી હતી અને બંને સ્નેચરને પકડી પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. હાલ પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

અમદાવાદના પ્રખ્યાત મણિનગરના દાસ ખમણના ચટણીમાંથી જીવડા નીકળતા ગ્રાહકોમાં ભારે રોષ.

ProudOfGujarat

ભરૂચ – અંકલેશ્વર પંથકમાં બે અકસ્માતમાં બંને શખ્સના કમકમાટીભર્યા મોત નિપજ્યાં.

ProudOfGujarat

રાજપીપળા : ગરુડેશ્વર પાસે રંગ અવધૂત મંદિર પાસે મહાદેવનું મંદિર પાણીમાં વહી ગયું : રંગ અવધૂત મહારાજની પાદુકા અને મૂર્તિ સલામત સ્થળે ખસેડાય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!