સુરત શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રીક્ષા અથવા ટુ-વ્હીલર પર જતાં રાહદારીઓની બેગ અને પર્સ ઝુંટવી લેવાના બનાવો બનતા હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી. વધતી જતી પર્સ અને બેગ સ્નેચીંગના બનાવ ની ફરિયાદને પગલે સુરત કમિશનર ના માર્ગદર્શન હેઠળ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વિવિધ ટીમો બનાવી આરોપીને શોધી કાઢવા અંગે વર્કઆઉટ દરમિયાન આજરોજ બાતમીના આધારે રોકડીયા હનુમાન મંદિર પાસે ખરવર નગર બ્રિજ નીચેથી આરોપી આકીબ ઉર્ફે માણસ ઈબ્રાહીમ ઉંમર વર્ષ 19 રહે:- એ ૧૨૬, રૂમ નંબર 9 ભેસ્તાન આવાસ ડીંડોલી સુરત. મૂળ રહે શિરડી, મહારાષ્ટ્રના ઓને ચોરીના વિવિધ મોબાઇલ ફોન નંગ 10 કિંમત રૂ ૬૭ હજાર 500 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી વધુ તપાસ આરંભી છે. આરોપી પાસેથી મળી આવેલ ફોન તથા તેની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ છે કે પકડાયેલા આરોપી અન્ય આરોપી સોયબ ખાન ઉર્ફે લાલ રહીશ ખાન પઠાણ સાથે મળી વહેલી સવારે ચાર વાગે મોટરસાયકલ લઈ શહેરના વિવિધ વિસ્તારોમાં નીકળતા અને રસ્તામાં રીક્ષા અથવા ટુ વ્હીલર પર મહિલા પેસેન્જરના પર્સ ખેંચી ભાગી જતા હતા અને સવારે સાત વાગ્યા સુધી ગુનાને અંજામ આપ્યા બાદ પર્સમાં રહેલ સામાન તેમજ સોના ચાંદીના દાગીના વગેરે અન્ય આરોપી સોયબ તેમજ તેની માતાને આપી ત્રણેય આરોપી ભેગા મળી મહારાષ્ટ્ર ખાતે જઇ સીરપુર ખાતે મુદ્દામાલ વેચાણ કરી રૂપિયા મેળવ્યા હોવાનું જણાવ્યું છે. આરોપી પાસેથી મળી આવેલ મુદ્દામાલ જતા પૂછપરછના આધારે કુલ ૧૭ ગુનો ડિટેક્ટ થયા છે.
સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસે વહેલી સવારે ફોટા રીક્ષા અને ટુ-વ્હીલર પર જતા ઈસમોની બેગ લિફ્ટિંગ કરનાર આરોપીને ખરવર નગર બ્રિજ પાસે ઝડપી પાડી ૬૭ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યું હતું.
Advertisement