Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

સુરતઃલિંબાયત વિસ્તારમાં આવેલી શાકભાજી માર્કેટમાં ધોળા દાડે ખૂની ખેલ ખેલાયો

Share

અજાણ્યા ચારેક જેટલા ટપોરી જેવા હુમલા ખોરોએ બે યુવકોને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતાં. જેમાંથી એકનું મોત નીપજ્યું હતું જ્યારે બીજાને ગંભીર હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.લિંબાયત વિસ્તારમાં આવેલા શિવકૃપા નગર નજીક શાકભાજી માર્કેટમાં અજાણ્યા હુમલાખોરોએ આડેધડ હુમલો કર્યો હતો. ટપોરી જેવા હુમલાખોરોએ આડેધડ ચપ્પુથી હુમલો કરતાં કપિલ સંતોષ કાલી(ઉ.વ.આ.30) રહે.દ્વારકેશ નગર લિંબાયતનું મોત નીપજ્યું હતું. મૃતક કપિલને પત્ની અને ચાર સંતાન હતાં. પ્લમ્બરનું કામ કરતાં કપિલના મોતથી પરિવાર શોકમાં ગરક થઈ ગયું હતું. હુમલામાં ઈજાગ્રસ્ત થયેલ રવિસિંગ દીપકસિંગ રાજપૂત (ઉ.વ.આ.22)ના માસી સાથે માર્કેટ ગયો હતો. મૂળ યુપીના પ્રતાગઢના વતની હતાં. ગેસ ટેન્કર ચલાવવાનુંકામ કરતાં રવિસિંગના પિતરાઈના લગ્ન વતનમાં થોડા સમયમાં લેવાના હતા

Advertisement

Share

Related posts

ચોમાસા પહેલા બનેલો રસ્તો પહેલા જ વરસાદી પાણીમાં ઉબડ ખાબદ ,રસ્તા ઉપર ખાડો કે ખાડા ઉપર રસ્તો એ સમજાતું નથી

ProudOfGujarat

મુરતિયા મેદાનમાં – ભરૂચ જિલ્લામાં વિવિધ પક્ષોના ઉમેદવારોએ આજે ઉમેદવારી પત્રો ભર્યા, જીતના દાવા સાથે થયું શક્તિ પ્રદર્શન.

ProudOfGujarat

વિરમગામની ઇન્ડિયન પબ્લીક સ્કુલના વિદ્યાર્થીઓ દ્વારા સફાઇ અભિયાન હાથ ધરાયુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!