Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત ભાઠેના વિસ્તારમાં રહેતી મહિલા પર તેના પૂર્વ પતિએ એસિડ એટેક કર્યો હતો જાણો વધુ વિગત.

Share

સુરત ભાઠેના વિસ્તારમાં રહેતી મહિલા પર તેના પૂર્વ પતિએ એસિડ એટેક કર્યો હતો. જેથી મહિલાને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. ચહેરા અને હાથ પગ સહિતના શરીરના ભાગે એસિડ હુમલો થયો હોય તબીબોએ સારવાર શરૂ કરી છે.બે વર્ષના લગ્નજીવન બાદ છૂટા પડેલા ભાઠેના વિસ્તારમાં આવેલા ગરીબ નવાજ મસ્જિદ નજીક રહેતી મહિલા પર તેના પૂર્વ પતિ નાઝીમ સલીમ શેખ(રહે.અકબર સઈદનો ટેકરો)એ એસિડ વડે હુમલો કર્યો હતો. પોણા પાંચ વાગ્યા આસપાસ પૂર્વ પતિએ મહિલાના ઘરમાં ઘુસીને એસિડથી હુમલો કર્યો હતો. લગ્નજીવનના બે વર્ષના સમય ગાળામાં પતિ પત્નીને એક ચાર માસની બાળકી હતી. પતિ સતત ચારિત્ર્યની શંકા રાખતો હોવાથી તલાક થયા હતાં. પતિ પત્નીના તલાક ગત 12મી નવેમ્બરના રોજ થયા હતા. તલાકના સવા મહિનામાં જ પતિએ હુમલો કર્યો હતો. જોકે, મહિલાના નજીકનાએ જણાવ્યું હતું કે, લગ્ન જીવન દરમિયાન પણ પતિ નદ્દીમ સલીમ શેખ અવારનવાર મારઝૂડ કરવાની સાથે સાથે એસિડ એટેકની ધમકી આપતો આ અંગે પોલીસમાં પરિણીતાએ જે તે વખતે અરજી પણ આપી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચમાં ભાજપની જીતથી માર્ગો પર ઉજવણી, સમર્થકોએ ઢોલ નગારા અને આતશબાજી કરી જશ્ન મનાવ્યો.

ProudOfGujarat

ભરૂચ : ખેડૂત વિરોધી કાળા કાયદાને દફનાવવા ગુજરાત પ્રદેશ કોંગ્રેસની હાકલ, આજથી જિલ્લાવાર કાર્યક્રમો યોજાશે.

ProudOfGujarat

વડોદરાનાં કરજણ તાલુકાનાં કલા શરીફ ખાતે ૧૨ મો મુસ્લિમ સમૂહ લગ્નોત્સવ કાર્યક્રમ યોજાયો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!