સુરતમાં સતત ત્રીજા દિવસે સિટી બસના અકસ્માતના પગલે લોકોમાં રોષ ફેલાયો છે. આ અકસ્માતમાં બે દિવસમાં ચારના મોત નીપજ્યા આક્રોશ ફેલાયો છે. દરમિયાન કોંગ્રેસ દ્વારા પાલિકા ખાતે સુત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવી સિટી બસ બંધ કરવાની માંગ કરવામાં આવી રહી છે.સિટી બસ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ગત બુધવારના રોડ ડિંડોલી બ્રિજ પર સિટી બસે બાઈકને અડફેટે લીધું હતું. જેમાં પિતા-પુત્ર અને ભત્રીજાનું મોત નીપજ્યું હતું. જ્યારે આ ઘટનામાં પરિવારજનો દ્વારા મૃતકોના મૃતદેહ પણ સ્વિકારવામાં આવ્યા ન હતા ત્યાં જ સિટી બસે ઉધના નજીક દક્ષેશ્વર મંદિર પાસે એક યુવકને બીઆરટીએસ રૂટમાં અડફેટે લેતા મોતને ભેટ્યો હતો. જ્યારે આજે નાનપુરામાં સિટી બસની અડફેટે આવ્યા હતા.આમ ત્રણ દિવસમાં ચારનો ભોગ લેનાર સિટી બસ સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. અકસ્માત ઓછા થાય તે દિશામાં પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.
સ્થાયી સમિતિના ચેરમેને જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા મૃતકોના પરિવારજનોને પાંચ લાખ રૂપિયા આપવાની રજૂઆતો કરવામાં આવી છે. મ્યુનિસિપલ કમિશનર અને સ્થાયી સમિતિ ચેરમેન દ્વારા બીઆરટીએસ રૂટમાં અકસ્માત ઓછા થાય તે દિશામાં પ્રયત્ન કરવામાં આવી જ રહ્યા છે. દોષી ડ્રાઇવરોને તાત્કાલિક અસરથી છુટા કરવામાં આવશે.એજન્સીને છાવરવા માટે પક્ષાપક્ષી કરવી જોઈએ નહીં. કોઈના મોત પર રાજકારણ થવું ન જોઈએ.
સુરતમાં સતત ત્રીજા દિવસે સિટી બસના અકસ્માતના પગલે લોકોમાં રોષ ફેલાયો અને કોંગ્રેસ દ્વારા પાલિકા ખાતે સુત્રોચ્ચાર કરી વિરોધ.
Advertisement