સુરત જિલ્લામાં માંગરોળ તાલુકામાં આવેલાં મહુવેજ કોસંબા પડવાઈ રવીદ્રા પાનોલી લાઈન ઉપર આવેલાં ગામડાઓમાં અતિવૃષ્ટિનાં કારણે પાક સદંતર નિષ્ફળ જતાં શિયાળુ પાકની ખેતીનો ઉછેર કરવામાં આવી રહ્યો છે પરંતુ હાલમાં ઉકાઈ ડેમની માઈનોર કેનલોમાં પાણી બંધ કરી દેતાં ખેડૂતો નિરાશ થઈ ગયાં છે.
ઉકાઈ ડેમમાં પાણી પુસ્કર પ્રમાણમાં ભરાયેલું છે છતાં પણ માઇનોર નહેરોમાં ખેડૂતોને ખેતરોમાં વાવેતર કરાયેલાં પાકો માટે પાણીનાં વલખાં મારી રહ્યાં છે.આ અંગે રજુઆત ગુજરાત જમીયતે ઉલેમાંનાં સેક્રેટરી ભરુચ જિલ્લાનાં સામાજીક કાર્યકર અબ્દુલ કૈયુમ પટેલે મુખ્યમંત્રીને રજુઆત કરી સુરત ભરુચ વડોદરા જિલ્લા ખેડૂતોને નર્મદાની નહેરોનાં પાણી છોડી ઉભા પાકોને બચાવી લેવાં ભાર પૂર્વક લેખિતમાં રજુઆત કરી છે.
ઇમરાન ઐયુબ મોદી- પાલેજ
Advertisement