મૂળ મહારાષ્ટ્રના વતની યશવંતભાઈ પોનીકર એજન ખાતે પરિવાર સાથે રહેતા હતા અને મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.આજે સવારે બાઈક પરદીકરા ભાવેશ,સાહિલ અને ભત્રીજા ભુપેન્દ્રને લઈને પાલિકાની સ્કૂલમાં મૂકવા જઈ રહ્યા હતા.દરમિયાન ડિંડોલી બ્રિજ પર પૂરપાટ જતી સિટી બસ(GJ-05-BX-3492)ની અડફેટે ચડી ગયા હતા.જેમાં પિતા યશંવતભાઈ અને દીકરા ભાવેશ અને ભત્રીજા ભુપેન્દ્રનાઘટના સ્થળે મોત નીપજ્યા હતા.અકસ્માતના પગલે આસપાસથી લોકો દોડી આવ્યા હતા.જ્યારે સિટી બસનો ચાલક બસ લઈને ભાગી ગયો હતો.જેથી લોકોમાં આક્રોશ ફેલાયો હતો.ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતદેહોને હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા.જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત સાહિલને ગંભીર હાલતમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.જ્યાં તેની હાલત નાજૂક હોવાનું જાણવા મળ્યું છે.
એક વર્ષ પહેલાં આ જ ડિંડોલી બ્રિજ પર કારની અડફેટે 5નાં મોત થયા હતા.એ જ જગ્યા પર આજે અકસ્માત થયો અને ત્રણમોતને ભેટ્યા છે.ડિંડોલી બ્રિજ પર થતા અકસ્માતના પગલે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
મોતને ભેટનાર ભાવેશ અને ભુપેન્દ્ર ઈશ્વરપુર નવાગામ ખાતે આવેલા 246 નંબરની પાલિકાની શાળામાં અભ્યાસ કરતા હતા.ઉપેન્દ્ર ધોરણ 6નો વિદ્યાર્થી હતો.અને ભણવામાં હોશિયાર પણ હતો.
સ્થાનિક અનવર શાહે જણાવ્યું હતું કે,સિટી બસની ગતિ ખૂબ વધારે હોય છે.સિટી બસની વધારે ગતિના કારણે જ આ અકસ્માત સર્જાયો છે.જેમાં ત્રણ મોતને ભેટ્યા છે.તેમના પરિવારજનો પણ ઘટના સ્થળે આવ્યા હતા.તેઓ પણ બેભાન થઈ ગયા હતા અને તેમને પણ હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી છે.
પાલિકાની શાળા નંબર 32માં શિક્ષક દિપકકુમાર ચૌધરીએ જણાવ્યું હતું કે,સાડા સાત વાગ્યે અકસ્માતમાં પાલિકાની શાળાના બાળકોના મોતની જાણ થઈ ત્યારે તાત્કાલિક તમામ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.સિટી બસની ટક્કર એટલી જોરદાર હતી કે,ઘટના સ્થળે જ ત્રણેયના મોત નીપજ્યા હતા.ડિંડોલી પોલીસને જાણ કરવા છતા દોઢ કલાકે પણ પોલીસની પ્રોગેસીવ કામગીરી દેખાતી નથી.
સુરત :ડિંડોલી બ્રિજ પર સિટી બસે એક બાઈક પર સવાર ત્રણ વિદ્યાર્થી સહિત ચારને અડફેટે લીધા હતા.જેને પગલે એક જ પરિવારના પિતા,પુત્ર અને ભત્રીજાનામોત નીપજયા ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.
Advertisement