Proud of Gujarat
FeaturedGujaratINDIA

વરાછા વિસ્તારમાં આવેલા ઉમિયા ધામ નજીકની અજંતા ઈન્ડસ્ટ્રીઝમાં આવેલા એમ્બ્રોઈડરી, ટીએફઓ અને લુમ્સના ખાતામાં આગ લાગી.

Share

વરાછા વિસ્તારમાં આવેલા ઉમિયા ધામ નજીકની અજંતા ઈન્ડસ્ટ્રીઝમાં આવેલા એમ્બ્રોઈડરી,ટીએફઓ અને લુમ્સના ખાતામાં આગ લાગી ગઈ હતી. શોર્ટ સર્કિટથી લાગેલી આગ કાપડમાં પ્રસરી જતાં આસપાસ ધુમાડો ફેલાતા લોકોમાં ભયનો માહોલ પેદા થયો હતો. સમગ્ર ઘટના અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાંઆવી હતી. ફાયરની ગાડીઓએ પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. જો કે, આ યુનિટમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ હોવાથી ફાયરબ્રિગેડ દ્વારા આકરા પગલાં લઈને યુનિટને સીલ કરવામાં આવ્યું હતું.ત્રણ બાજુથી આગ પર પાણીનો મારો કરાયો.
ફાયર ઓફિસર બી.કે.સોલંકીએ જણાવ્યું હતું કે, વરાછા ઉમિયાધામ પાસે આવેલી અજંતા ઇન્ડસ્ટ્રીઝમાં આવેલા પ્લોટ નંબર 144-એ-બીમાં અશોકભાઈની માલિકીનું ગ્રાઉન્ડ પ્લસ બે માળનું મકાન આવેલું છે. જેમાં ધવલભાઈ નામની વ્યક્તિ ખાતું ચલાવે છે. ગ્રાઉન્ડ ફ્લોરમાં આગ લાગ લાગી ગઈ હતી. જેથી આગ પર કાબૂ મેળવવા મોટા વરાછા સહિતની ફાયરની ગાડીઓ ઘટના સ્થળે આવી ગઈ હતી. ડેપ્યુટી કમિશનર સાહેબ રાઉન્ડ પર આવ્યા હોય તેમના માર્ગદર્શનમાં ત્રણ બાજુથી પાણીનો મારો ચલાવીને આગને પ્રસરતી અટકાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.ફાયર સેફ્ટીનો અભાવ હતો.
ફાયર ઓફિસરે વધુમાં ઉમેર્યું હતું કે, ગ્રાઉન્ડ ફ્લોરમાં જ્યાં આગ લાગી ત્યાં કોઈ જ જાતના ફાયર સેફ્ટીના સાધનો જોવા મળ્યાં નહોતાં. સાથે જ સાંકડી જગ્યા હોવાથી ગાડીઓને ઘટના સ્થળે પહોંચતા થોડી અડચણો નડી હતી. પોલીસ કાફલો ઘટના સ્થળે આવી ગયો હતો. આગ પર કાબૂ મેળવીને કૂલિંગની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ શ્રવણ ચોકડી ફ્લાય ઓવર બ્રિજની મંજૂરીને આવકારી.ફ્લાય ઓવર બ્રિજના નિર્માણ અંગે કોંગ્રેસે આવેદન પત્ર પાઠવ્યા હતા તેમજ ધરણા કાર્યક્રમ પણ કર્યા હતા.

ProudOfGujarat

ભરૂચનાં માતરીયા તળાવ પાસે સાપ દેખાતા રેસ્ક્યુ કરાયું

ProudOfGujarat

નડિયાદ જિલ્લામાં પ્રથમ આવેલા એ-વન રેન્કવાળા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર તથા સ્મૃતિ આપી સન્માનિત કરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!