Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : લગ્ન પ્રસંગમાં નાચવા બાબતે થયેલા ઝઘડામાં બે ભાઈ પર હુમલો, એકનું મોત

Share

ઉગત ઝૂંપડપટ્ટીમાં લગ્ન પ્રસંગમાં નાચવા બાબતે થયેલા ઝઘડામાં બે ભાઈઓ પર ચપ્પુ વડે હુમલો થયો હતો. જેમાં એકનું મોત નીપજ્યું છે. જેથી પોલીસે ઈજાગ્રસ્ત થયેલા ભાઈનું નિવેદન નોંધી હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ધક્કામુક્કી બાદ ચપ્પુથી હુમલો કરાયો.
મળતી માહિતી પ્રમાણે, ઉગત વિસ્તારમાં પાણીની ટાંકી પાસે એસએમસી આવાસમાં વિજય શ્રાવણ બોરકર (ઉ.વ. 19) પરિવાર સાથે રહેતો હતો. પાલનપુર જકાત નાકા નજીક કાર સર્વિસ સ્ટેશનમાં નોકરી કરી પરિવારને મદદરૂપ થતો હતો. મિત્ર આકાશની બહેનના ઉગત ઝૂપડપટ્ટીમાં લગ્ન હોવાથી ગત રોજ રાત્રે રાસ-ગરબામાં ગયો હતો. દરમિયાન અન્ય યુવાનો સાથે નાચવા બાબતે થયેલો ઝઘડો થયો હતો. દરમિયાન ધક્કામુક્કી બાદ વિજય અને તેના મોટા ભાઈ રવિ(ઉ.વ.24) પર કેટલાક યુવાનોએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જેમાં વિજયની છાતીમાં ચપ્પુ ઘૂસાડી દીધું હતું. જેથી ભાઈ રવિ બચાવવા જતા તેને પણ પગના ભાગે ચપ્પુના ઘા માર્યા હતા. ત્યારબાદ હુમલાખોર યુવાનો ભાગી ગયા હતા. ટુંકી સારવારમાં જ મોત નીપજ્યું.
ઈજાગ્રસ્ત થયેલા બંને ભાઈઓએ તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ટુંકી સારવારમાં જ વિજયનું મોત નીપજ્યું હતું. વિજયને મૃત જાહેર કરતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતક વિજયના ભાઈ રવિના નિવેદન બાદ રાંદેર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

પાનોલી જીઆઇડીસી માં આવેલ રઘુવીર બિલ્ડીંગના ચોથા માળેથી નીચે પટલાયેલ કામદારનું મોત.

ProudOfGujarat

મીરે એસેટ મ્યુચ્યુઅલ ફંડની નવી ફંડ ઓફર : મીરે એસેટ નિફ્ટી ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ ઇટીએફ રજૂ કરાયું.

ProudOfGujarat

લીંબડી સેવા સદન ખાતે કોરોના વાઇરસનાં સંક્રમણ માટેની સરકારની ગાઈડ લાઇન તેમજ લોકડાઉન અને સોશ્યલ ડિસ્ટન્સ કડક અમલ થાય તે માટે વેપારીઓ સાથે સર્વાનુમતે બેઠક યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!