Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત લીંબાયત પોલીસ દ્વારા જપ્ત કરાયેલ વાહનોના ગોડાઉનમાં લાગી આગ.

Share

લીંબાયત પોલીસ દ્વારા જપ્ત કરાયેલ વાહનોના ગોડાઉનમાં આગ લાગતા નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. આગમાં છ જેટલા બાઇક બળીને ખાખ થઈ ગઈ.ઘટનાની જાણકારી મળતા સુરત ફાયર વિભાગનો કાફલો ઘટના પહોંચી સમય સૂચકતા વાપરી આગ ઓલવી કાઢી હતી જેથી અન્ય વાહનો આગની ઝપેટમાં આવતા બચી ગયા હતા. આગ ક્યા કારણોસર લાગી તેની તપાસ પોલીસે શરૂ કરી દીધી છે.
લીંબાયતના લાલ બિલ્ડીંગ ખાતે આવેલ લીંબાયત પોલીસના વાહન ગોડાઉનમાં પોલીસ દ્વારા અલગ અલગ ગુનામાં જપ્ત કરવામાં આવેલ વાહનોમાં અચાનક આગ લાગી હતી. લિંબાયત વિસ્તારમાં આવેલા મારૂતિનગર ખાતે પોલીસનું ગોડાઉનમાં આગ લાગતા નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી. આજે વહેલી સવારે અચાનક ગોડાઉનમાં આગ ફાટી નીકળતા ફાયર વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું હતું અને આગ પર કાબુ મેળવી લીધો હતો. જોકે, આગના પગલે 6 જેટલી બાઈક બળીને ખાખ થઈ ગઈ હતી. આગના પગલે સ્થાનિકો પણ ભયભીત થઈ ગયા હતા

Advertisement

Share

Related posts

જામનગર મહાનગરપાલિકા દ્વારા “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ અંતર્ગત શહેરમાં આવેલ સરકારી ઓફિસોની સફાઈ કરાઈ.

ProudOfGujarat

માંગરોળ તાલુકા કક્ષાનો માતા યશોદા એવોર્ડ વિતરણનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

એક બાળ એક ઝાડ કાર્યક્રમ હેઠળ મોરવા હડફ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો*

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!