Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : મોબાઇલ અને ચેઈન સ્નેચિંગ તેમજ ચોરી જેવી ઘટનાને અંજામ આપતા બદમાશો પર સકંજા કસવા સુરત પોલીસ કમિશનરના હસ્તે નવી આંજણા પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરાયું.

Share

શહેર પોલીસ કમિશનરના હસ્તે નવી આંજણા પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કરાશે. લિંબાયત વિસ્તારમાં મોબાઇલ અને ચેઈન સ્નેચિંગ તેમજ ચોરી જેવી ઘટનાને અંજામ આપી બદમાશો રઘુકૂળવાળા બ્રિજ થઈને નાસી છૂટે છે,એટલું જ નહીં માર્કેટ વિસ્તાર હોવાથી વેપારીઓની સુરક્ષાને ધ્યાને લઇ આંજણા પાસે નવી પોલીસ ચોકી ખોલવા તંત્રે નિર્ણય લીધો છે.આ ચોકી સલાબતપુરા પોલીસ મથકના વિસ્તારમાં આવશે.આજે સવારે 10:30 કલાકે પોલીસ કમિશનરે પોલીસ ચોકીનું ઉદ્ઘાટન કર્યું હતું.
આ પોલીસ ચોકીથી આંજણા વિસ્તારમાં ચોરી અને મોબાઈલ, ચેઈન સ્નેચિંગની ઘટનામાં પણ અંકુશ લાવી શકાશે.અત્રે ઉલ્લેખનીય છે કે ગોડાદરા અને સીંગણપોર વિસ્તારમાં નવું પોલીસ મથક બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે.જ્યારે ગુનાખોરીનું ભારણ જોતા અમરોલી પોલીસ મથકનું વિભાજન કરી મોટાવરાછામાં પોલીસ મથક બનાવાય એવી માંગણી પણ કરવામાં આવી રહી છે.

Advertisement

Share

Related posts

ગુજરાતમાં શિક્ષણની કથળતી તસ્વીર, અંકલેશ્વરના પીરામણની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પાસે કચરાપેટી ખાલી કરાવવાનું કામ કરાવાતું હોવાના દ્રશ્યો સામે આવ્યા.

ProudOfGujarat

ભરૂચ : હિન્દુ સમાજ વિરુદ્ધની ટિપ્પણી બાબતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનું કલેક્ટરશ્રીને આવેદનપત્ર

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતે આરોગ્ય કમિશ્નરશ્રી જયપ્રકાશ શિવહરેનાં અધ્યક્ષસ્થાને જિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિ અને કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!