તા.17-10-19 ના રોજ સુરત કતારગામ જી.આઇ.ડી.સી. માં ખાતા નં.299 માં ત્રીજા માળે હથિયાર બતાવી લૂંટ ચલાવવામાં આવી હતી. જેમાં ઓફિસમાંથી મોબાઈલ અને મોટર સાઇકલ મળી રૂ.50,000 ની લૂંટ કરેલ હતી.
સદર ગુનાના આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા નાયબ પો.કમિશનર ક્રાઇમબ્રાંચ તથા મદદનીશ પો.કમિશનર શ્રી માર્ગદર્શન હેઠળ પોલીસને મળેલ માહિતીના આધારે સદર લૂંટ આ ગુનામાં સંડોવાયેલ આરોપી પ્રદીપ ઉર્ફે દિપેશ S/O જગદીશ હાકિમ કુસ્વાદ ઉં.20 હાલ રહેવાસી સહજાનંદ સોસાયટી મારૂતિ ચોક પાસે વરાછા સુરત, મૂળ રહેવાસી સેલાયતા ગામ થાણા મુરેન સિવિલ લાઇન મુરેના યુ.પી. નાઓએ લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. પકડાયેલ આરોપી પોતે અગાઉ જે એમ્બ્રોડરીના ખાતામાં નોકરી કરતો હતો અને ત્યાં કયા દિવસે પગાર મળે છે તેની વિગત મેળવેલ અને તે દિવસે પગાર થવાનો હોઈ ધણા રૂપિયા મળશે એમ માની દેશી હાથના બનાવટ તમન્ચા સાથે ધસી જઈ ફરીને હથિયાર બતાવી રૂપિયાની શોધ કરેલ પરંતુ રૂપિયા ન મળતા ઓફિસમાંથી બે મોબાઈલ તથા મોટર સાયકલની લૂંટ કરી નાસી ગયેલ હતો, અને ઉપરોક્ત જણાવેલ સરનામે ભાગી ગયેલ જયાંથી આજરોજ મજકૂર સુરત પરત આવતા મળેલ માહિતીના આધારે પોલીસે તેને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સુરત : કતારગામ એમ્બ્રોડરીમાં થયેલ લૂંટના ગુન્હાનો ભેદ ઉકેલી આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમબ્રાંચ .
Advertisement