Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં આંગણવાડી કાર્યકર બહેનોના ધરણા.

Share

આંગણવાડી સિવાયના બીજા કાર્યો કરતાં બાળકોના ભણતરનો પ્રશ્ન !
સુરતમાં આંગણવાડી કાર્યકર બહેનો દ્વારા સુરત મહાનગરપાલિકાના કમિશનરને એક આવેદન પાઠવવામાં આવ્યું હતું. આ આવેદનમાં આંગણવાડીની કાર્યકર બહેનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આંગણવાડી કાર્યકર બહેનોની ત્રણ માસથી જુદી જુદી કામગીરીઓની ટ્રેનીંગ ચાલે છે. તેથી આ આંગણવાડી બહેનોનો અઠવાડિયાના ત્રણ દીવસમાં 10 થી 5 નો સમય ફક્ત ટ્રેનિંગમાં જ નીકળી જાય છે. જેના કારણે આ બહેનો આંગણવાડીના બાળકો પર પૂરતું ધ્યાન આપી શકતા નથી.
કામગીરીના સર્વેમાં મોબાઇલની કામગીરી, ઉપરાંત શાળાએ જતી કિશોરીઓનું સર્વ શિક્ષા અભિયાનની કામગીરી જે શાળાના આચાર્ય પાસેથી માહિતી લાવીને આઇ.સી.ડી.એસ. વિભાગ દ્વારા માંગવામાં આવે છે તે ઉપરાંત હાલમાં વકરી રહેલો ભયંકર ડેંગ્યુના રોગચાળામાં પણ આંગણવાડી કાર્યકર બહેનો(વર્કરો) ધરે ધરે જઈને પાણીના ડ્રમ, ટાંકીઓ વગેરે ચેકિંગ કરવાની કામગીરી સોંપવામાં આવે છે તથા તેના સર્વેની કામગીરી પણ આંગણવાડી વર્કર બહેનોને સોંપવામાં આવે છે. જે કામ ફાઈલીયા/વી.બી.ડી.સી. વિભાગની છે. તે કામ પણ આંગણવાડી બહેનોને સોંપવામાં આવે છે. આથી આંગણવાડી વર્કર્સ બહેનોમાં સરકાર પ્રત્યે બહિષ્કારનો જવાબ ઉભો થવા પામ્યો છે.
આ બાબતમાં જો આંગણવાડી બહેનો આ કામનો બહિષ્કાર કરે તો અથવા તેમનાથી ન થઇ શકે તો આર.બી.એસ.કે. વિભાગ દ્વારા આ આંગણવાડી બહેનો(વર્કરો) રાજીનામું આપવા દબાણ કરવામાં આવી રહ્યું છે તથા ધાક-ધમકીઓ પણ અપાઈ રહી છે.
વધુ મળતી માહીતી મુજબ ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનનાં પ્રમુખ રેખાબેન પાટીલના જણાવ્યા અનુસાર આંગણવાડી કર્મચારી બહેનોને જુદા જુદા કામો જબરજસ્તીથી સોંપવામાં આવતા આ બહેનો પાસે આંગણવાડીના બાળકોને ભણાવવાનો કે, સાચવવાનો પૂરતો સમય જ નથી મળતો. આ અપૂરતા સમય લીધે બાળકો કુપોષણનો ભોગ પણ બની શકે તેમ છે. પ્રશાશનના આ દોહરી નીતિથી સુરતની આંગણવાડી કર્મચારીઓની એવી લગભગ 300 થી 400 બહેનો મુશ્કેલીમાં મુકાઇ ગઈ છે. આંગણવાડીના ગુજરાતનાં પ્રમુખ રેખાબેન પાટીલે જણાવ્યું છે કે, આંગણવાડી બહેનોની આ મુશ્કેલી પ્રશાશન તાત્કાલિક દૂર કરે અને જેમના પર બાળકોને ભણાવવાનો તથા કુપોષણ નાબૂદ કરવાનો ભાર સોંપવામાં આવ્યો છે તેવી આંગણવાડી બહેનોને બિનકાર્યોમાં રોકી રાખવુ અયોગ્ય છે તેવા પ્રશ્નો ઉદ્દભવ થવા પામ્યા છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ખાતે સેઈફ ટ્રાન્સપોટેશન ઓફ હેઝાર્ડસ ગુડ્ઝ વિષય પર એવરનેસ પ્રોગ્રામ યોજાયો

ProudOfGujarat

વડોદરાનાં યુનાઈટેડ વે ગરબાની ઓલિમ્પિક ગોલ્ડ મેડલીસ્ટ નિરજ ચોપરાએ લીધી મુલાકાત.

ProudOfGujarat

ધોરણ-10ના રિપીટર્સ વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર: પરિણામ માત્ર ૧૦.૦૪ ટકા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!