સુરતના ફાયર સેફટીના અભાવ ધરાવતી ઇમારતોને ફાયર વિભાગ દ્વારા નોટીસ બાદ સીલીગની કામગીરી હાથ ધરવામાં આવી છે સુરતના કતારગામ વિસ્તારમાં વહેલી સવારે ફાયર વિભાગ દ્વારા 55 દુકાનોને સિલ કરવામાં આવી કતારગામમાં આવેલ રાજદીપ કોમ્પ્લેક્ષમાં સેફટીના અભાવને લઈ કાર્યવાહી કરવામાં આવી તો બીજી તરફ મહિધરપુરા વિસ્તારમાં ડાયમંડ વિલેજ કોમ્પ્લેક્ષ સીલ કરવામાં આવ્યું .અગાવના દિવસોમાં સૂરતમાં બનેલી તક્ષશિલા અગ્નિકાંડની ધટનામાં 22 માસૂમોએ જીવ ગુમાવ્યા હતા .જેને લઈ તેમાં જવાબદાર અધિકારી સામે પગલાં પણ ભરવા આવ્યા છે શહેરમાં આવી બીજી હોનારતના સર્જાય તેના ભાગ રૂપે ફાયર વિભાગ શહેરની તમામ મોલ,કોમ્પ્લેક્ષ, કંપની,અને અન્ય ઈમારતોમાં ફાયર સેફટીની ચકાસણી કર્યા બાદ પ્રથમ નોટિસ આપી કામગીરી પૂર્ણ કરવા સમય આપે છે અને ત્યાર બાદ સેફટીના અભાવને લઈ મિલકતોને સીલ કરવામાં આવે છે.
Advertisement