Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતના રાંદેરમાં વહેલી સવારે યુવકની હત્યા.

Share

કતારગામ અને રાંદરને જોડતા તાપી નદી પરના કોઝવે નજીક રાંદેરમાં જ રહેતા યુવાને સગા ભાઈ પર ચપ્પુ વડે જીવલેણ હુમલો થયો હતો. હુમલામાં યુવાનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. મોતના પગલે રાંદેર પોલીસે તપાસ હાથ ધરી છે. જેમાં પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, ભાઈ સાથે 15 દિવસ પહેલા ગુનાહિત રસ્તો છોડવાનું કહેતા થયેલા ઝઘડાની અદાવતમાં હત્યા કરવામાં આવી છે.બાઈક પરથી નીચે ઉતારી ચપ્પુના ઘા ઝીંકી દીધા.
મળતી માહિતી પ્રમાણે, રાંદેરના ઈકબાલ નગરમાં આરીફ રહેમાન સૈયદ(ઉ.વ.38) પત્ની, ત્રણ દીકરી અને એક દીકરા સહિતના પરિવાર સાથે રહેતો હતો અને કેટરર્સના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. આજે વહેલી સવારે એક લગ્ન પ્રસંગમાં હાજરી આપ્યા બાદ બાઈક પર ઘરે પરત ફરી રહ્યો હતો. દરમિયાન કોઝવે નજીક ભાઈ અલ્તાફ સૈયદે અન્ય સાગરીતો સાથે વોચ ગોઠવી હતી. અને આરીફ આવતાની સાથે બાઈક પરથી નીચે ઉતારી ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. ત્યારબાદ આરીફ મંડળી ભાગી ગઈ હતી. ઘર નજીક જ હુમલો થતા લોકો દોડી આવ્યા હતા અને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જોકે, ફરજ પરના તબી બે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે. હત્યા માટે ઝઘડો કારણભૂત હોવાની શંકા પરિવારજનોએ જણાવ્યું હતું કે, 15 દિવસ પહેલા આરીફ અને અલ્તાફ વચ્ચે મોટો ઝઘડો થયો હતો. ત્યારબાદથી બંને વચ્ચે ઝઘડાઓ થયા કરતા હતા. જોકે, અલ્તાફ આરીફને મોતને ઘાટ ઉતારવાનું પગલું ભરશે તેનું વિચાર્યું ન હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ : સુરતથી ઉમલ્લા ટ્રેલર લઇને આવવા નીકળેલો ચાલક વ્હીલ તથા ડિઝલની ચોરી કરી પલાયન.

ProudOfGujarat

અંકલેશ્વરજી.આઈ.ડી.સી.માં આવેલ રોશની નગરમાં અગમ્ય કારણોસર કિશોરીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી

ProudOfGujarat

ભરૂચમાંથી પસાર થતી કરજણની નર્મદા માઇનોર કેનાલમાં ઝાડી ઝાખરા સાફ નહીં કરવા અને સફાઈ નહીં કરતાં કાચી નહેર લીકેજ થતાં ખેતરોમાં પાણી ભરાતાં ખેડૂતોનાં ઊભા પાકને નુકસાન થઈ રહ્યું છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!