Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : બીઆરટીએસ અને સિટી બસ બાદ હવે સુરતમાં 150 ઈલેક્ટ્રીક બસ દોડશે.

Share

સુરત બીઆરટીએસ અને સિટી બસ બાદ હવે સુરતમાં 150 ઈ-બસ દોડશે.ઔદ્યોગિક નગર સિટીમાં સુરત પર્યાવરણની જાળવણી માટે સુરત મહાનગરપાલિકા 150 ઈલેક્ટ્રીક બસ દોડાવવા જઈ રહી છે. સુરતમાં આગામી આઠેક માસમાં પ્રદુષણ મુક્ત ઈલેક્ટ્રીક બસ દોડતી જોવા મળશે. 
સુરતને પ્રદુષણ મુક્ત બનાવવા માટે સુરત મહાનગરપાલિકાએ કવાયત હાથ ધરી છે.પર્યાવરણ ની જાનવણીના ભાગરૂપે સુરતમાં 150 ઇલેક્ટ્રિક બસો દોડશે. ખાસ આ બસો માટે 50 ચાર્જીંગ સ્ટેશન બનાવવામા આવશે. કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ હેવી ઈન્ડ. દ્વારા ફેમ ઈન્ડિયાની સ્કીમને બીજા ફેઝ માટે સુરતમાં 150 સીટી બસ માટે મંજુરી આપી હતી. દોઢ કરોડ રૃપિયાની એક બસ એવી 150 બસ ખરીદવામા આવશે.જેમાં પ્રત્યેક બસ માટે કેન્દ્ર સરકાર તરફથી 45 લાખ રૃપિયાની ગ્રાન્ટ આપાવમા આવશે.
પાલિકાએ ઈલેક્ટ્રીક બસ માટેની કવાયત શરુ થતાં પર્યાવરણની જાળવણી માટે હવે સુરતમાં 150 ઈલેક્ટ્રીક બસ દોડાવવાનો નિર્ણય કરાયો છે. ઈલેક્ટ્રીક બસના ચાર્જીંગ સ્ટેશન ઈન્ફાસ્ટ્રકચર માટે અંદાજે 45 કરોડનો ખર્ચ થશે. સુરતમાં જુદા જુદા વિસ્તારમાં 50 જેટલા ચાર્જીંગ સ્ટેશન બનાવવા માટે ઈઓઈ મંગાવવામા આવ્યા છે.

Advertisement

Share

Related posts

ખેડા : મહિલા અને બાળ વિકાસ મંત્રી મનીષાબેન વકીલની અધ્યક્ષતામા આયોજનમંડળની બેઠક યોજાઈ.

ProudOfGujarat

ભરૂચ : કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલા દ્વારા કોરોનાનાં વિવિધ ટેસ્ટ રિપોર્ટનાં દરોમાં ઘટાડો કરવા મુખ્યમંત્રી તેમજ આરોગ્ય સચિવને પત્ર લખી રજૂઆત કરાઇ.

ProudOfGujarat

જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા મેગા વેક્સિનેશન ડ્રાઇવનું આયોજન*

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!