બેંક ઓફ બરોડા ભાગા તળાવ બ્રાંચના મેનેજરની ATM માં છેડછાડ કરી રૂપિયા ઉપાડી લઈ ઠગાઇ કર્યાની ફરિયાદને આધારે સુરત ક્રાઇમ બ્રાંચે કાયદેસર કાર્યવાહી હાથ ધરી (1) નિયામત દિનમહોમ્મદ સલીમખાન મેવ રહેવાસી બાબલગામ હરિયાણા (2) મોસીમખાન આલમખાન, પાચાન્કા હરિયાણા (3) રેહાન ઉર્ફે રિન્ની અલાઉદ્દીન મેન સીકાવા હરિયાણા (4) રહેમાન ઉર્ફે ચુન્ના અજીજ રંગરેજ રહેવાસી બાસ મહોલ્લા, હરિયાણાની અટક કરી પૂછતાછ કરતા તેઓએ સિક્યુરિટી ગાર્ડ ન હોય તેવા ATM પર જઇ ATM કાર્ડ વડે પૈસા ઉપાડી લઈ રૂપિયા જેવા મશીનમાંથી બહાર આવે તે દરમ્યાન તુરંત ATM મશીનની સ્વીચ ઓફ કરી દઈ રૂપિયા લઈ તયારબાદ જે બેંકનું ATM હોય તેના કસ્ટમર કેર પર ફોન કરી ટ્રાંજેકશનના રૂપિયા મળેલ નથી તે મુજબની ફરિયાદ કરી દેતા બેંક તેઓના ખાતામાં રૂપિયા પરત કરી દેતી હોવાની કબૂલાત કરી હતી.
Advertisement