મહાવાવાઝોડાની અસરને કારણે દિવાળી બાદ પણ ચોમાસાની ઋતુ અનુભવાતી હોય જેના કારણે લોકોના સ્વાસ્થ્ય પર માઠી અસર થતાં રોગચાળાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે અને શહેરની હોસ્પિટલો દર્દીઓથી ભરચક જોવા મળી રહી છે. ઓક્ટોબર માસમાં સુરત નવી સિવિલ હોસ્પિટલ અને સ્મીમેર હૉસ્પિટલમાં જ 800 થી વધુ ડેન્ગ્યુના કેસો તથા 500 થી વધુ વાયરલ ઇન્ફેકશન અને 350 જેટલા તાવના કેસો નોંધાયા છે. જે જોતાં સમગ્ર શહેરની સ્થિતિ ગંભીર હોવાનું સૂચવી જાય છે અને લોકોમાં તંત્ર પ્રત્યે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે. શું તંત્ર આ બાબતે ગંભીરતાથી લેશે ?
Advertisement