Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતમાં OLX પર છેતરપીંડી કરનારને ઝડપી પાડતી ઉમરા પોલીસ.

Share

સુરત શહેરમાં તેમજ બીજા જિલ્લાઓમાં OLX પર મોબાઈલ ફોન વેચવા માટે મુકતા લોકોને રૂબરૂ બોલાવી ફોનની અવેજનું ઓનલાઈન પેમેન્ટ કરી જેનું પેમેન્ટ થઈ ગયેલાનો ખોટો મેસેજ બતાવી તેનું પેમેન્ટ રદ કરી ફોન લઈ જઇ છેતરપીંડી કરતાં આરોપીને ઉમરા પોલીસ ટીમે ઝડપી પાડયો હતો.
ઉમરા પોલીસ સ્ટેશન 414/2019 આઇ.પી.સી. 406,420 તથા આઇ.ટી.એક્ટ 66(સી),66(ડી) મુજબ ગુન્હો દાખલ થયેલ જેમાં ફરિયાદીના મોબાઈલ પર અમિત નામના ઇસમે મોબાઈલ ખરીદવા સોદો કરેલ અને તા.17-10-19 રોજ ફરિયાદીને મોબાઈલ ફોન લઈ ફોનની કિંમત તેના એક્ષિસ બેંકની મોબાઈલ એપ્લિકેશનથી ફરિયાદીના એકાઉન્ટમાં રકમ ટ્રાન્સફર કરવાનું કહી મોબાઈલ લઈ જઇ ફરિયાદીના ખાતામાં રૂપિયા ટ્રાન્સફર ન કરી વિશ્વાસધાત કરેલ જે બાબતે આરોપી અમિત ભરતભાઇ રામજીભાઇ હિરપરા રેહવાસી સીમાનગર સોસાયટી પાલનપુર જકાતનાકા અડાજણની ધરપકડ કરી પૂછતાછ કરતાં સુરતના અન્ય પોલીસ સ્ટેશન વિસ્તાર અને બીજા જીલ્લામાં આવા ગુના કર્યાની કબૂલાત કરી હતી.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાં સામાજીક ક્ષેત્રે કાર્યરત ગુંજ સોશિયલ ગૃપ દ્વારા પાંચમો સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો.

ProudOfGujarat

ખેડા : વડતાલધામના સંગ્રહાલયમાં જસ્ટીશ ડી એન પટેલે શિલાપૂજન કર્યુ .

ProudOfGujarat

ભરૂચ : અંકલેશ્વરના ભડકોદ્રા રોડ ઉપર ટ્રકની અડફેટે એક્ટીવા ચાલકનું મોત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!