Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત 108 ટિમ બની ભગવાન એક વૃદ્ધ ને CPR આપી ને આપ્યું નવજીવન

Share

કહેવાય છે વિધાતા ના લેખ કોઈ બદલી નથી શકતું અને જીવન મૃત્યુ ઉપરવાળાના હાથ માં છે અને એને કયારેય કોઈ તાળી શકતું નથી પણ ભગવાન જયારે ઈચ્છે ત્યારે જે-તે વ્યક્તિ પાસે થી કામ કરાવી શકે કહેવાય છે ડૉક્ટરોને ધરતી પર ભગવાન નું જ એક રૂપ માનવામાં આવે છે. એવી જ એક ઘટના સામે આવી છે. જેમાં રાંદેર 108 ની ટીમે ભગવાન બનીને એક વૃદ્ધ ને નવજીવન આપ્યું. આજ રોજ ભગવાન ભાઈ પટેલ ઉંમર વર્ષે 64 રહે વરિયાવગામ સુરત જેઓ આજ રોજ રાંદેર વિસ્તારમાં પોતાના કામ માટે તલાટી મંત્રીની ઓફિસ પર આવેલા જ્યાં તેઓ અચાનક બેભાન થઈ ગયા.
108 ને જાણ થતાં તાત્કાલિક રાંદેર લોકેશનના ઇએમટી શબ્બીરખાંન દર્દી પાસે પહોંચીને દર્દીને ચેક કરતા માલુમ પડ્યું કે દર્દી બેભાન હાલતમાં હતા અને તેમના હદયના ધબકારા બન્ધ હતા અને આંખની કિકી પણ રીએકશન નતી કરતી અને મોઠામાં ફીણ આવી ગયા હતા. પછી તાત્કાલિક ઈએમટી સબીર અને પાઇલોટ કરણ આહીર એ દર્દી ને CPR આપવાનું ચાલુ કર્યું દર્દી ને 10 મિનિટ સતત CPR આપ્યા બાદ દર્દીના હદય ના ધબકારા ફરીથી ચાલુ થયા સાથે સાથે દર્દીની છાતી પણ ઉપર નીચે થવા માંડી પછી તાત્કાલિક ઇએમટી સબીર એ દર્દીનું હવાનું માર્ગ બન્ધ હતું તેને ચાલુ કર્યું અને તાત્કાલિક સુરત જિલ્લાના પોગ્રામ મેનેજર ફયાજ પઠાણ સરને જાણ કરી અમદાવાદ 108 ના સેન્ટર પર બેઠેલા ફિજીસીયન ડોક્ટર ની સલાહ લઈને જરૂરી ઇન્જેક્શન આપી દર્દી ને નજીકની ખાનગી હોસ્પિટલમાં પહોંચાડવામાં આવેલ અને હાલ દર્દી ને સેલ્બી હોસ્પિટલવરમાં ICU માં દાખલ કરેલ છે સેલ્બી હોસ્પિટલના ઇમેર્જનસી ફિજીસીયન ડોક્ટર નીલમ એ જણાવેલ કે 108 ટિમ ની મહેનત થી કાકા બચી શક્યાં છૅ.કાકાને મેજર હાર્ટ હેટેક આવેલો છે આવા હેટેકમાં દર્દીને બચવાના ચાન્સીસ ઓછા હોય છે.
108 ની સારી કામગિરી જોઈને દર્દીના પરિવાર ને હૃદયપૂર્વક આભાર માનેલો.

Advertisement

Share

Related posts

અમદાવાદ-પેટ્રોલ ડીઝલના ભાવ આજે ફરી વધ્યા પેટ્રોલમાં 18 પૈસા,ડિઝલમાં 22 પૈસા ભાવ વધારો-આજે પેટ્રોલ રૂ.82.50 પ્રતિ લીટર અને ડીઝલ રૂ. 80.09 પ્રતિ લીટર થયું..

ProudOfGujarat

પંચમહાલ : શહેરાનાં પાલીખંડા ગામ પાસે એકટીવા અને એસ.ટી બસ વચ્ચે અકસ્માત, બે યુવતીઓને ગંભીર ઇજા.

ProudOfGujarat

ભરૂચ : હરિયાણાની ઘટનાનાં પગલે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને હિન્દુસ્થાન નિર્માણ દલ દ્વારા કલેકટરને આવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!