ગુજરાતના દરિયાકાંઠે ‘મહા’ વાવાઝોડુ ત્રાટકવાની સંભાવનાને પગલે અને આવનાર આપાતકાલીન પરિસ્થિતિને પહોચી વળવાની તૈયારીના ભાગરૂપે સુરતના ધારાસભ્ય સહિત મામલતદાર કચેરીના અધિકારીઓએ દરિયાકાંઠાની મુલાકાત લીધી હતી.
દરિયાકાંઠાના ગામોની મુલાકાત લઈ ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે લોકોને ‘ડરવાની નહીં પણ સાવચેત રહેવાની જરૂર છે’ તેમ કહી લોકોને સચેત રહેવા અપીલ કરી હતી.
મહાવાવાઝોડાને પગલે ઓલપાડ ખાતે 2 NDRF ની ટીમ તહેનાત કરવામાં આવી છે અને 40 ગામોને એલર્ટ અપાયું છે. એલર્ટના પગલે ગામલોકો પણ સાવચેત બની અને દરેક ગામોમાં 10 સભ્યોની ટીમ બનાવવામાં આવી છે. સરપંચ અને તલાટી દ્વારા ગામલોકોને સતત માહિતી આપવામાં આવી રહી છે. સરપંચો વ્હોટસેપ ગૃપ તેમજ ફળિયાની મુલાકાત લઈ ગ્રામજનોને સાવચેત કરી રહ્યા છે. સાથોસાથ લાઇટપોલ, ઝાડ અને મકાનોથી દૂર રહેવા સૂચના આપી રહ્યા છે. સાથોસાથ કાંઠા વિસ્તારોમાં DGVCL અને NDRF સહિત સરકારી તંત્ર સજ્જ બન્યું છે.
સુરત : મહાવાવાઝોડાના એલર્ટને પગલે સુરતમાં ધારાસભ્ય સહિત સરકારી તંત્ર દોડતું થયું.
Advertisement