Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરત : ખટોદરામાં ચોકલેટની લાલચ આપી બાળકી સાથે છેડછાડ

Share

સુરતના ખટોદરા વિસ્તારમાં ચોકલેટની લાલચ આપી 4 વર્ષની બાળકી સાથે છેડછાડનો મામલો સામે આવતા પોલીસે 354(A)(1) તા પોકસો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને ઝડપી પાડયો છે.
બનાવની વિગત અનુસાર અલથાણ સોહમ સર્કલ પાસે શ્રમજીવી વિસ્તારમાં 4 વર્ષીય દીકરીને દાદીની પાસે મૂકી લોકોના ધરકામ કરવા જતી હોય અને શનિવારે બપોરે મામાની દીકરી સાથે રમતી બાળકીને એકલતા જોઈ પાડોશી યુવકે ચોકલેટ અને જ્યુસની લાલચ આપી પોતાના રૂમ પર લઈ જઇ નિર્વસ્ત્ર કરી શારીરિક છેડછાડ કરતાં બાળકીએ ગભરાઈ જઈ રડતાં પકડાઈ જવાની બીકે આરોપી રૂમની બહાર બાળકીને છોડીને ભાગી ગયો હતો. જે બાબતની વાત બાળકીએ તેની માતા અને મામાને કરતાં પોલીસ ફરિયાદ કરવામાં આવતા પોલીસે આરોપી મનીષને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જયારે બાળકીની માતાના નિવેદન અનુસાર બાળકીને ત્રણ ચાર દિવસ પહેલા પણ ગુપ્તાંગમાં પીડા થતાં હોય ત્યારે બાળકીએ કઈ કહ્યું ણ હોય પરંતુ મનીષની આ કરતૂત બાદ અગાઉ પણ બાળકી સાથે છેડછાડ કરી હોવાની અને દુષ્કર્મ થયું હોવાની આશંકા વ્યક્ત કરતાં હાલ મેડિકલ ઓફિસરે ગાયનેક વિભાગને બાળકીને રિફર કરી અભિપ્રાય માંગેલ છે.

Advertisement

Share

Related posts

વડોદરા એસએસજી હોસ્પિટલની ઘોર બેદરકારી, કચરાપેટીમાંથી બાયોમેડિકલ વેસ્ટ ગાય ખાતી નજરે પડી.

ProudOfGujarat

બેરોજગારીના પ્રશ્ને પદયાત્રા કરનાર યુવક ભરૂચ આવી પહોંચ્યો, રોજગારી માટે પ્લાન્ટ સ્થાપવા મુકેશ અંબાણીને કરશે રજુઆત..!

ProudOfGujarat

વડોદરા: ડભોઇ તાલુકાના વાયદપુરા ગામનાં શિક્ષક દંપતીનું કન્યા કેળવણી પ્રોત્સાહક સરાહનીય કાર્ય

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!