દિવાળીના તહેવારની રજાઓમાં 108 ઈમરજન્સી સર્વિસ એલર્ટ થઇને અને એકસ્ટ્રા સ્ટાફ સાથે સ્ટેન્ડ ટુ થઈ ખડા પગે સેવા આપી છે. પોતે તહેવાર નહીં ઉજવી લોકોના આરોગ્યની ચિંતા સાથે તહેવાર માન્યો. દિવાળીના ત્રણ દિવસ સુધી જ્યારે બધા લોકો રજાઓ માણતા હશે ત્યારે ઈમરજન્સી સેવા દરરોજ કરતા વધુ ડ્યૂટી નિભાવિ છે. 108નો સ્ટાફ એમ્બ્યુલન્સ સાથે સ્ટેન્ડ ટુ સેવા બજાવી છે. અને અમુક સ્ટાફને સિવિલ હોસ્પિટલમાં તહેનાત કરાયો હતો. જેથી કોઇ એમ્બ્યુલન્સ જેવી હોસ્પિટલ પહોંચે એટલે દર્દીને ઉતારીને તેને તબીબ સુધી પહોંચાડવાની જવાબદારી સ્ટાફ ઉપાડી હતી. જેથી એમ્બ્યુલન્સ હોસ્પિટલમાં 5 મિનિટ કરતા વધુ રોકાણ નહીં કરે અને બર્ન્સ તેમજ અકસ્માતોના વધતા કેસોમાં પહોંચી શકાય છે, 2018, કરતા 2019માં દિવાળીમાં ફટાકડાથી દાઝવા ,અકસ્માત, સામાન્ય દર્દીઓના બેગના કોલ 108ને મળ્યા છે.
સુરતમાં સામાન્ય દિવસોમાં દરરોજના સરેરાશ , 360 ઈમરજન્સી કેસ આવે છે. છેલ્લા 2 વર્ષના ડેટા મુજબ જોઇએ તો આ વર્ષે દિવાળીના 409, બેસતા વર્ષમાં 512, ભાઈબીજ ના દિવસે 567 જેટલા કેસ નોંધાયા છે.
દિવાળીની રજા દરમિયાન 108ના કર્મચારીઓએ ખડે પગે સેવા આપી અનેક દર્દીઓને તબીબી સેવાઓ પુરી પાડી હોસ્પિટલ સુધી પહોંચડયા હતા.
Advertisement