(તલ્હા ચાંદિવાલા, સુરત)
તારીખ ૭/૦૨/૧૮ના રાત્રીના લગભગ ૯ વાગ્યાના સમયે ચોક બજાર હોળી બંગલા અપ્સરા હોટલ પાસે જાહેરમાં આ બનાવાના ફરિયાદી મહોમ્મદ યતીન મહોમ્મદ, ઇકબાલ મુનશી રહે.મુસીબત પુરા મોતીવાલા બિલ્ડીંગની ગલીમાં હોળી બંગલા ચોક બજારની પત્નીની સહેલી સાલેહાંબાનું એ ૫ માસ પહેલા રૂપિયાની જરૂર પડતા ફરિયાદીએ આ કામના આરોપી સરફરાજ ઉર્ફે સાબિર યુરોઝ મમાની રહે. હોળી બંગલા, મહમદે એપાર્ટમેન્ટ ચોક બજાર સુરત પાસેથી રૂપિયા ૧૦,૦૦૦ વ્યાજે લઇ પત્નીની સહેલીને આપેલા. વ્યાજે આપેલ નાણા અંગે આરોપીએ ઉઘરાણી કરી ફરિયાદીના ઘરે જઈ ફરિયાદીએ તેના પતિ ને ગાળો આપી તેમજ ફરિયાદીને ફોન પર ગાળો આપી હતી તેમજ જાન થી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આવી પરિસ્થિતમાં હોળી બંગલા અપ્સરા હોટલ પાસે મુન્નાભાઈની ચાની લારી પાસે ફરિયાદી આવતા આરોપી સરફરાઝે ફરિયાદીને તેમજ તેમના સાળ જાવેદને મારી નાખવાના ઈરાદે છરા વડે છાતીની જમણી બાજુ છરિનો ઘા કરી હુમલો કર્યો.
આ બનાવ અંગે બાતમીના આધારે તેમજ પોલીસ કમિશનર સુરત શહેર તેમજ સયુંકત પોલેસ કમિશનર વગેરેની સુચનાથી બી ડીવીઝન સુરત શેર ચોક બજાર પોલીસ ટીમ દ્વારા આ બનાવાના આરોપીને ઝડપી લેવામાં આવેલ છે.
ઉપરોક્ત કામગીરી ઉપરી અધિકારીશ્રીઓની સૂચના તથા માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સ્પેકટર શ્રી એમ.એમ.દીવાન તથા હેડ કોન્સ્ટેબલ હર્ષદભાઈ મંગળૂભાઈ તથા પો.કૉ રાજેન્દ્રસિંહ ચંદનસિંહ તથા હેડ.કૉ અરૂણભાઈ આનંદરાવ તથા પો.કૉ પરાક્રમસિંહ સુખદેવસિંહ તથા પો.કૉ ભરતભાઈ કોદરભાઇ તથા પો.કૉ પ્રદીપસિંહ બચુભાનાઓની ટીમવર્કથી કરેલ છે. જે ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ.દીવાન નાઓ કરી રહ્યા છે.