સુરતમાં રાત્રિ દરમ્યાન દુકાનોના શટર તોડી ચોરી કરનાર નેપાળી ગેંગની પોલીસ ઇન્સ્પેક્ટર ડી.સી.બી.ના માર્ગદર્શન હેઠળ આર.જે.ચૌધરી તથા પોલીસ માણસોને મળેલ બાતમીના આધારે પાંચ આરોપીને ઝડપી તેમની પાસેથી ચોરી કરેલા રોકડ રૂપિયા 40,700/-, મોબાઈલ નંગ-1 તથા હીરો કંપનીની પેસેન તથા સીડી ડાઉન મળી કુલ રૂ.1,10,700/- ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરેલ છે. ઝડપાયેલ આરોપી પૈકી (1) નવરાજસિંગ જયસિંગ વિશ્વકર્મા (2) લલિત ઉર્ફે લાલા નંદુ વિશ્વકર્મા (3) પ્રહલાદ ઉર્ફે રવિ જોગી દમાઈ (4) ક્રિષ્ના ઉર્ફે કિશન રામબહાદુર નેપાલી (5) જીતેન્દ્ર ઉર્ફે ગોરીયા અર્જુનસિંહ તીરવા.
મજકૂર તમામ આરોપીઓની પૂછપરછ કરતાં તેમણે જણાવ્યુ કે સેન્ટ્રલ લોક ન હોય તેવી દુકાનોને ટાર્ગેટ કરી રાત્રિ દરમિયાન દુકાનનું શટર ઊંચું કરી દુકાનોમાંથી રોકડ રકમ તથા બીજી કિંમતી વસ્તુઓની ચોરી કરતાં અને ચોરીનો માલ સરખે ભાગે વહેચી લેતા હોવાની હકીકત જણાઈ છે. જે બાબતે તપાસ કરતાં શહેર વિસ્તારની ચાર અલગ અલગ ગુન્હાઓમાં સંડોવાયેલા હોવાની કબૂલાત કરી છે.
સુરતમાં રાત્રિ દરમિયાન દુકાનોના શટર તોડી ચોરી કરતી નેપાળી ગેંગને મુદ્દામાલ સાથે ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ.
Advertisement