સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં વધતાં જતાં મચ્છરના ઉપદ્રવ અને તેનાથી ફેલાતા મેલેરિયા ડેગ્યુ જેવા રોગો સામે મહાનગરપાલિકાની બેદરકારીને લીધે વિરોધપક્ષ કોંગ્રેસનાં કોર્પોરેટરોએ મેયર અને ડે. મેયરને કછુઆ અગરબત્તી સળગાવી આપી ભારે હોબાળો મચાવ્યો હતો.
સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભાના ઝીરો અવર્સની શરૂઆત થતાં જ કોંગ્રેસના કોર્પોરેટરો મેયરના ડાયસ પર ચડી જઇ સળગતી કછુઆ અગરબત્તી મેયર અને ડે. મેયરને આપતા સળગતી મીણબત્તિ સ્વીકારવાનો મેયરે ઇનકાર કર્યો હતો. જેથી સામાન્ય સભામાં હોહાના દ્રશ્યો સર્જાયા હતા. જો કે અગરબત્તી ઓલવી નાખ્યા બાદ સ્વીકારતા મામલો થાળે પડયો હતો.
Advertisement