આસ્તિક પટેલ, ઓલપાડ
ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની ત્રિવાર્ષિક અવધિ પૂર્ણ થતાં નિયમોનુસાર ચૂંટણી જાહેર થઈ હતી. જેમાં શિક્ષકોના યોગ્ય સંકલન અને સહકાર થકી તમામ હોદ્દેદારો નિર્વિરોધ બિનહરીફ વરાયા હતા. જેને ચૂંટણી અધિકારી તરીકે નિયુક્ત સિથાણનાં સી.આર.સી.કો-ઓર્ડીનેટર રાકેશભાઈ મહેતાએ બિનહરીફ જાહેર કર્યા હતાં.જેમાં પ્રમુખ તરીકે બળદેવભાઈ પટેલ (કુદિયાણા પ્રાથમિક શાળા)મંત્રી-મહેન્દ્રસિંહ ઠાકોર (બલકસ પ્રાથમિક શાળા)કાર્યવાહક પ્રમુખ- મહેશભાઈ પટેલ (સી. આર. સી., ઓલપાડ)નાંણામંત્રી-મહેન્દ્રસિંહ ગોહિલ (સાયણ પ્રાથમિક શાળા)ઉપપ્રમુખ-નગીનભાઈ પટેલ (મંદરોઈ પ્રાથમિક શાળા)ઉપપ્રમુખ-દેવાંગ્શુભાઈ પટેલ (ઓલપાડમુખ્ય પ્રાથમિક શાળા)ઉપપ્રમુખ-ગિરીશભાઈ પટેલ (મીરજાપોર પ્રાથમિક શાળા)મહિલા ઉપપ્રમુખમાં જાગૃતિબેન પટેલ (કરંજ પ્રાથમિક શાળા)વરણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ કિરીટભાઇ પટેલે જણાવ્યું હતું કે તાલુકાના પ્રાથમિક શિક્ષકોએ જ્ઞાતિવાદ, પ્રદેશવાદ, પરિવારવાદ વિગેરેથી પર રહીને પોતાના યોગ્ય પ્રતિનિધિઓને બિનહરીફ વરીને નવો ચીલો ચીતર્યો છે. તેમણે ઉમેર્યું હતું કે આ સંગઠન માત્ર માંગણીઓ માટે નથી પરંતુ તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓના બાળકોની શૈક્ષણિક ગુણવત્તા માટેની લાગણીઓ સંતોષવા માટેનું સંગઠન છે. આ તબક્કે તેમણે બિનહરીફ વરાયેલા તમામ હોદ્દેદારો તથા તાલુકાના શિક્ષણગણનો આભાર વ્યક્ત કરી અભિનંદન પાઠવ્યા હતાં.