દિનેશભાઇ અડવાણી
સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં નશીલા દ્રવ્યોની હેરાફેરી અને વેચાણ પુરજોશમાં ચાલી રહ્યું છે.ત્યારે એસ.ઓ.જી પોલીસે દેલાડ-વસવારી વિસ્તારમાંથી મળેલ બાતમીના આધારે ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો.આ આરોપીઓ સ્પ્લેન્ડર મોટરસાયકલ નંબર:GJ ૦૫ PQ ૨૨૧૮ ઉપર એક બેગમાં ગાંજાનો જથ્થો સંતાડીને સુરત તરફથી લાવી દેલાડ તરફ પસાર થનાર છે જેવી બાતમીના આધારે વોચ ગોઠવી બંને પરપ્રાંતીય એવા ઓરિસ્સાના બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.જયારે કાથી માલિયા નામનો એક આરોપી વોન્ટેડ છે.આરોપીઓ મોટરસાયકલ પર ફરી ગાંજાનું વેચાણ કરતા હોવાનું જણાયું છે.આરોપીઓ પાસેથી ગાંજાનો જથ્થો કુલ ૧૪૪૦ કિલોગ્રામ કિંમત રૂપિયા ૮૬૪૦,મોબાઈલ નંગ-૨ કિંમત રૂપિયા ૩૫૦૦,એક મોટરસાયકલ કિંમત રૂપિયા ૨૦,૦૦૦ મળી કુલ ૩૨૧૪૦ નો મુદ્દામાલ પોલીસે કબ્જે કરેલ છે.
પકડાયેલ આરોપીઓ
(૧).નીલાંચલ કબીરાજ જાતે ભુયા, ઉમર વર્ષ ૨૨,હાલ રહે જનતાનગર ઝુપડપટ્ટી હનુમાન મંદિર પાસે કતારગામ સુરત.મૂળ રહેવાસી ધાનપુર થાના-કોડલા તાલુકો ખલીકોટ જિલ્લો ગંજામ ,ઓરિસ્સા.
(૨).ગુરુપ્રસાદ ભોંબાની જાતે જેના,ઉમર વર્ષ ૧૯,હાલ રહે ઉત્કલ નગર ઝુપડપટ્ટી કતારગામ સુરત,મૂળ રહેવાસી ફાંસી થાના-કોડલા તાલુકો ખલીકોટ જિલ્લો ગંજામ ,ઓરિસ્સા.