તાજેતરમાં એક નશાબાજ બસ ડ્રાઇવરે છોટાઉદેપુરની બસ વડોદરાના બદલે રાજપીપળા ડેપોમાં લઈ જતાં સુરત એસ.ટી. વિભાગે તેની ગંભીર નોંધ લઈ અને ડ્રાઈવરનો બ્રેથ એનેલાઈઝર ટેસ્ટ કર્યા બાદ જ ફરજ પર ચઢવાનો આદેશ કર્યો છે.
વધી રહેલા અકસ્માતો તેમજ નશાખોર ડ્રાઈવર કંડકટરો સામે એસ.ટી વિભાગે કડક હાથે કામ લેવાનું નક્કી કરી ડ્રાઈવર કંડક્ટરોને નોકરી પર ચઢતા પહેલાં નશો કર્યો છે કે નહીં તેની બ્રેથ એનેલાઈઝર વડે તપાસ કરવાનું અને બ્રેથ એનેલાઈઝરનો રિપોર્ટ નેગેટિવ આવે તો કડક કાર્યવાહી કરવાનું ફરમાન કરતાં નશાખોર ડ્રાઈવર-કંડક્ટરોમાં ફફડાટ ફેલાય જવા પામ્યો છે. સાથોસાથ એ પણ જોવું રહ્યું કે આ નિયમનો અમલ કયાં સુધી થાય છે.
Advertisement