રાજ્યની શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય દરમ્યાન બનતી અમાનવીય ઘટનાઓ સામે તાત્કાલિક પગલાં ભરવાની માંગ સાથે સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીશ્રીને આવેદન અપાયું.
તાજેતરમાં સુરતના એક શાળાના શિક્ષકને અમુક વાલીઓ, અમુક સંગઠનો અને આવારા તત્વો દ્વારા ખોટું અર્થધટન કરીને શિક્ષકને બેફામ હાથચાલાકી કરી માર મારવાની ધટનાના સંદર્ભે મહામંડળે શાળામાં ટોળા સાથે ગેરકાયદેસર પ્રવેશ અને કડક કાયદાકીય જોગવાઈ કરી જાહેર સંસ્થા/એકમ/શાળા ની સુરક્ષા મજબૂત બનાવવા માંગ કરી છે.
આવેદનમાં જણાવ્યા અનુસાર વિધાર્થીના હિતમાં જે તે શૈક્ષણિક સંસ્થા દ્વારા શૈક્ષણિક કર્યા સંબંધ માર્ગદર્શન અપાયું હોય તો તે સંબંધ વિધાર્થી અને વાલીઓએ હકારાત્મક અભિગમો દર્શાવવો જોઈએ અને કોઈ ઘટના બને તો શાળાને જાણ કરવી જોઇએ નહીં કે ગેરકાયદેસર ટોળું બનાવી હુમલો કરવો જોઈએ જેવી અપીલ કરવામાં આવી છે અને કસૂરવારો સામે પગલાં ભરવાની માંગ કરાય છે.
સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાત દ્વારા આવેદન અપાયું
Advertisement