Proud of Gujarat
UncategorizedFeaturedGujaratINDIA

મંદિર પરિસરમાં લુખ્ખા તત્વો દ્વારા મહિલાઓની છેડતી અને ગેરકાયદેસર જીમ શરૂ કરાતા પો.કમિ.શ્રી ને આવેદન

Share

સુરતના લિંબાયત ખાતે આવેલ ભાવના નગરના રહીશો દ્વારા આજ રોજ સુરત પો.કમિ.શ્રી ને આવેદનપત્ર પાઠવી 50 થી 60 વર્ષ પુરાણા સમજી મંદિરમાં ગેરકાયદેસર રીતે જીમ ચલાવતા અને મંદિરમાં દર્શનાથે આવતી મહિલાઓ સાથે છેડતી કરતાં અહમદ સિધ્ધકી ઉર્ફે હાસીમભાઇ તેમજ તેના સાગરીતો વિરુદ્ધ યોગ્ય કાયદેસર પગલાં ભરવા માંગણી કરેલ છે.
આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર માથાભારે ઈસમ અહમદ સિધ્ધકિ ઉર્ફે હાસીમભાઇ સોપારી કિલિંગનું કામ કરતો હોય અવારનવાર ફાયરિંગ અને તેના માણસો પાસે ગેરકાયદેસર હથિયારો પકડાતાં હોય અને આ ઈસમ વિરુદ્ધ મર્ડર, ફાયરિંગ, જમીન કબ્જો કરવા જેવા ગંભીર ગુન્હાઇત ઇતિહાસ ધરાવતો હોય આ ઈસમ મંદિરના ગેટ પાસે ખુર્શી મૂકી ટોળાં બાંધી બેસી રહે છે અને આવનાર દર્શનાર્થી મહિલાઓની ખુલ્લેઆમ છેડતી કરતાં હોવાથી મહિલાઓએ મંદિર જવાનું બંધ કરી દીધેલ હોય વળી, આ માથાભારે ઈસમ અને તેના સાગરીત ગુંડાઓ દ્વારા પોલીસમાં ફરિયાદ કરવા જશો તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપેલ હોય અને આ લુખ્ખા તત્વોના ભયના માહોલથી આ રહીશો વિવશ અને પોગળા બની નામ વગર અરજી કરવા મજબૂર બન્યા હોવાનું અરજીમાં જણાવેલ છે. વળી આ હાસીમ અહમદ સિધ્ધકી ઉર્ફે હાસીમભાઈ અને તેના સાગરીતો દ્વારા મંદિરની બાજુમાં જ્યાં જન્માષ્ટમી, નવરાત્રિ, રામનવમી જેવા તહેવારોની ઊજવણી કરાય છે ત્યાં જ ગેરકાયદેસર રીતે જીમનું બાંધકામ કરાતા આ સોસાયટી તેમજ આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાતા અને ગુંડાઓના ભાઈના ઓથાર હેઠળ નનામી અરજી કરી યોગ્ય કાર્યવાહી સાથે આ હાસિમ અહમદ સિધ્ધકી ઉર્ફે હાસીમભાઇનો ત્રાસમાથી વહેલી તકે મુક્તિ અપાવવા પોલીસ કમિશનર સહિત જિલ્લા ક્લેક્ટર અને કાર્યપાલક ઈજનેરને ફફડતા હૈયે રજૂઆત કરી છે.
મહિલા સુરક્ષાના બણગાં ફૂકતી સરકાર આવા અસમાજિક તત્વોને જેર કરવામાં નિષ્ફળ કેમ ? લોકોને મુંજવતો પ્રશ્ન .

Advertisement

Share

Related posts

ભરૂચનાં સીતપોણ ગામેથી સાત જુગારિયાઓને રૂ. 82,950 નાં મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકામાં ઉત્તરાયણ પર્વ ઉમંગથી ઉજવણી કરાઇ.

ProudOfGujarat

સાગબારા તાલુકાનાં નાની દેવરુપણથી ઉભરીયા વચ્ચેનાં બિસ્માર રસ્તાને નવીનીકરણ કરવા લોક સરકાર દ્વારા માંગ કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!