સુરતમાં લુંટારુ ટોળકીનો આંતક :મહિલાને બંધક બનાવી લાખોની લુંટ
:લુંટારાઓએ ૨૦ મિનીટ પત્થરમારો ચલાવી વિસ્તારને લીધો બાનમાં :ઇકો કાર લઇ આવી રહેલા યુવકોને પણ મારી કાર ના કાચ ફોડ્યા :કોસંબા પોલીસ સહીત ઊંચ પોલીસ કાફલો ઘટના સ્થળે
વાત કરીએ બેખોફ લુંટની….માંગરોળ તાલુકાના પીપોદરા ગામના આદિવાસી ફળીયામાં મોડી રાત્રે દસ થી ૧૫ જેટલા લુંટારા ઓ હાથમાં પથ્થર,હથોડી અને તીક્ષણ હથિયાર લઈ રીતસર વિસ્તારને બાનમાં લીધું હતું.૨૦ મિનીટ સુધી બેખોફ લુટ ચલાવી હતી.મહિલાને બંધક બનાવી પાંચ લુંટારા ઘરમાં તિજોરી તોડી રોકડ અને મહિલાના દાગીના લુટી રહ્યા હતા જયારે દસથી વધુ લુંટારા ઘર બહાર અન્ય ઘરોના બહાર થી નચુકા મારી પથ્થર મારો ચલાવી રીતસર ખોફ ઉભો કર્યો હતો.
સુરત જીલ્લામાં ચોર અને લુટારુ ટોળકીનો આંતક
એક પછી એક લુંટથી જીલ્લામાં ડરનો માહોલ
પોલીસ એક ગુનો ઉકેલે ત્યાં લુંટારા બીજી લુંટને અંજામ આપે છે
માંગરોળ ના પીપોદરા માં બેખોફ લુટ
દસથી પંદર લુટારાઓ એ આદિવાસી વિસ્તારને લીધો બાનમાં
મહિલાને બંધક બનાવી ૧ લાખથી વધુની કરાઈ લુટ
લુંટારા એટલા ઘાતક હતા જે હાથ લાગ્યું તેને માર્યા
લુટ બાદ જીલ્લા પોલીસ દોડતી થઇ
ડોગ સ્કોર્ડ,એફ.એસ.એલ ની લેવાય મદદ
આ દ્રશ્ય છે માંગરોળ તાલુકાના પીપોદરા ગામના…નેશનલ હાઈવે ૪૮ ને અડીને આવેલા પીપોદરા ગામે આદિવાસી ફળીયામાં મોડી રાત્રે દસ થી ૧૫ જેટલા લુંટારા ત્રાટકયા હતા.હાથ માં હથોડી,પથ્થર ,તીક્ષણ હથિયાર સાથે આદિવાસી ફળીયામાં રહેતા ટીનાબેન નામની મહિલાના ઘરમાં ઘુસી ગયા.મહિલાને બંધક બનાવી મહિલાના દાગીના અને ઘરમાં તિજોરી તોડી રોકડ ૩૦ હજાર લુટી રીતસર આદિવાસી વિસ્તાર ને ૨૦ મિનીટ માટે ધમરોળી નાખ્યું હતું કેમકે પાંચ લુંટારા ઘરમાં લુટ કરતા રહ્યા અને અન્ય દસ લુંટારા ઘરની બહાર પડોસીના ઘરના બહાર થી નચુકા મારી દીધા હતા અને જે મદદે આવ્યું એના પર પથ્થર વરસાવ્યા હતા
ટીના બેન ના ઘરમાં લુંટારા લુંટને અંજામ આપી રહ્યા હતા તે દરમ્યાન એક ઇકો કાર ત્યાંથી પસાર થતી હતી તેને પણ અટકાવી લુંટારા ઓએ મારવાનું શરુ કરી દેતા કાર ચાલકો કાર મૂકી જીવ લઇ ભાગ્ય હતા.લુંટારા એટલા બેખોફ હતા કે કારના કાચ તોડી નાખ્યા હતા અને પાડોશી ના ઘર અને દરવાજા પર પથ્થર મારો ચલાવી રીતસર ભય નો માહોલ ઉભો કર્યો હતો. લુંટારા ગુજરાતી ભાષા બોલતા હતા અને ભોગ બનનાર ને તારી છોકરી ક્યાં ગઈ પૂછતાં હતા એટલે લુંટને કોઈ જાણભેદુ લોકોએ જ અંજામ આપ્યો હોવાનું માનવામાં આવે છે .લુંટની ઘટના બાદ કોસંબા પોલીસ અને ડી.વાય.એસ.પી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતા
સુરત જીલ્લામાં એક પછી એક ચોરી લુંટની ઘટના બનતા રાત્રી પેટ્રોલિંગ ની પોલ ખુલી ગઈ છે.પોલીસ એક ગુના પરથી પરદો ઉચકે ત્યાજ જિલ્લા માં કોઈ ને કોઈ વિસ્તાર માં એક મોટી લુંટની ઘટના બની જાય છે માંગરોળના પીપોદરા ગામે થયેલી લુતમાં પોલીસે ડોગ સ્કોર્ડ,એફ.એસ.એલ ની મદદ લઇ વધુ તપાસ હાથ ધરી છે ત્યારે હવે પીપોદરા લુટ પરથી પોલીસ ક્યારે પરદો ઉચકે છે એતો સમય બતાવશે