Proud of Gujarat
FeaturedGujarat

નેશનલ હાઇવે 48 પર ચક્કાજામ: વલથાણ ચોકડી નજીક બે યુવકના મોત  બાદ માંકણા ગામના લોકોનું ચક્કાજામ.ઓવરબ્રિજની માંગ સાથે મામલતદાર અને પોલીસને આવેદન પત્ર પાઠવાયું…  

Share

દિનેશભાઇ અડવાણી

બનાવની વિગત જોતા કામરેજના વલથાણ ચોકડી પર નેશનલ હાઇવે 48 પર બે દિવસ પહેલા  એટલે કે 17 જૂનના દિવસે ખાનગી બસની અડફટે બે  આહીર સમાજના આશાસ્પદ યુવાનોના અકસ્માતમાં ઘટના સ્થળે કરુણ મોત  નિપજ્યા હતા.જેના પગલે સ્થાનિકોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો હતો અને આજે ગ્રામજનો નેશનલ હાઇવે પર અમદાવાદથી મુંબઈ અને મુંબઈથી અમદાવાદ તરફના હાઇવે પર ચક્કાજામ કરી અડધો કલાક સુધી ઓવરબ્રિજની માંગ સાથે સુત્રોચાર કર્યા  હતા.જોકે પોલીસ ઘટના સ્થળે દોડી આવી ગ્રામજનોને સમજાવતા મામલો થાળે પડ્યો હતો.જોકે થોડા સમય માટે ચક્કાજામના પગલે નેશનલ હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

Advertisement

સ્થાનિકોએ વારંવાર થતા અકસ્માત ન થાય તે માટે ઓવરબ્રિજ બનાવવાની માંગ કરી હતી અને તેને લઈને કામરેજ મામલતદાર અને પોલીસને આવેદન પત્ર પાઠવાયું હતું.

કામરેજ નજીક વલથાણ ચોકડી પર રસ્તા પર ઉતરી આવેલા આ લોકો કામરેજના માંકણા  ગામના રહેવાસીઓ છે.ગામના લોકોમાં એટલા માટે રોષ છે કે તેમના ગામના આહીર સમાજના બે સગા ભાઈઓને આ જગ્યા પર 17 જૂનના દિવસે ખાનગી લકઝરી બસે ટક્કર મારતા  બંનેના ઘટના સ્થળે કરુણ મોત નિપજ્યા હતા.ગામના બે આશાસ્પદ યુવાનના મોતના પગલે માંકણા  ગામના લોકો નેશનલ હાઇવે 48 પર  ઉતરી આવી અકસ્માત પોઇન્ટ પર  ઓવરબ્રિજ બનાવવાની માંગ સાથે ચક્કાજામ કર્યું હતું,ચક્કાજામના પગલે નેશનલ હાઇવે 48 પર વાહનોના પેડાં  થંભી જતા ટ્રાફિકજામ થવા પામ્યો હતો. 

અકસ્માતમાં મોતને ભેટેલા યુવાનોની આત્માને શાંતિ મળે એ માટે માંકણા  ગામે  શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.શ્રદ્ધાંજલિના કાર્યક્રમ બાદ રોષે ભરાયેલા ગ્રામલોકો નેશનલ હાઇવે 48 પર પોહ્ચ્યા હતા અને હાઇવે ચક્કાજામ કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.અડધો કલાક સુધી હાઇવે પર ગ્રામજનોએ ચક્કાજામ કરી ભારે સુત્રોચાર કરી સરકારની નીતિ સામે પણ સવાલ ઉઠાવ્યો હતો.

સ્થાનિકોએ આક્ષેપ કરતા કહ્યું હતું કે ઓવરબ્રિજ અકસ્માત પોઇન્ટ પર  મંજુર થયો હતો પણ રાજકીય કિન્નાખોરીના કારણે અટવાઈ ગયો હતો.જોકે  દિનેશ ડોલર (આહીર) અને મેહુલ ડોલર (આહીર)ના મોત  બાદ સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે બે વર્ષમાં 15 જેટલા મોટા અકસ્માત આ જગ્યા પર  થયા છે જેમાં અત્યાર સુધી 7 લોકોના મોત  થઇ ચુક્યા છે. ત્યારે વધુ બે ના મોત  થતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે જો આ જગ્યા પાર ઓવરબ્રિજ નહીં બનાવાઈ તો આવનાર સમયમાં ગ્રામજનો આંદોલન ઉગ્ર બનાવશે એમ  સ્થાનિકોએ જણાવ્યું હતું.


Share

Related posts

જી.એન.એફ.સી નાં રહીયાદ ખાતેના પ્લાન્ટમાં એક વ્યક્તિનું શંકા સ્પદ મોત

ProudOfGujarat

ભરૂચ : વાગરાના ધારાસભ્ય અરૂણ સિંહ રણાએ ભાડભુત બેરેજ યોજનાને લઇ કરી રજુઆત.

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના ગોવાલી નજીક કોસ્ટલ રિઝર્વ ઝોનમાં ફરીથી રેત ખનન શરૂ થતા ચકચાર…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!