દિનેશભાઇ અડવાણી
વાત કરીએ એક એવી બેખોફ લૂંટારા ગેંગની જેઓ નેશનલ હાઇવે 48 પર નીકળી પડતા અને કિંમતી સામાન ભરી જતી ટ્રકોના ડ્રાયવર ક્લીનરનું અપહરણ કરી મારમારી કરી હાઇવે પર ફેંકી કિંમતી સામાન ભરેલી ટ્રક કન્ટેનર લૂંટી ફરાર થઇ જતા હતા.સુરતના કોસંબા પોલીસની હદમાં સળિયા ભરેલી ટ્રકની લૂંટ ચલાવી ફરાર થઇ ગયેલા લૂંટારા એસ.ઓ.જી પોલીસના હાથે ઝડપાઇ જતા 14 થી વધુ ગુના પરથી ભેદ ઉકેલાઈ ગયો હતો.આ લૂંટારુ ટોળકીએ સુરત,અમદાવાદ અને વડોદરામાં અનેક વખત લૂંટ ચલાવી હતી.
સુરત ગ્રામ્ય એસ.ઓ.જી પોલીસને મળી સફળતા
આ લૂંટારુ ટોળકી પાસેથી પોલીસે 23 લાખથી વધુનો મુદામાલ કબ્જે કર્યો છે તેમજ આરોપીઓની સઘન પૂછપરછ કરતા 29 થી વધુ ગુના કર્યા હોવાની કબૂલાત પણ આરોપીઓએ કરી હતી.આ સાથે જ પોલીસે 14 ગુનાનો ભેદ પણ ઉકેલ્યો છે.
કઈ રીતે આ ટોળકી લૂંટ ચલાવતી ?
આ ટોળકી નેશનલ હાઇવે 48 પર ઘાત લગાવી હોટલ પાસે બેસી રહે અને હોટલમાં જમવા આવતા ડ્રાયવર,ક્લીનર પાસેથી વિગતો જાણી હાઇવે પર કિંમતી સામાન ભરી જતી ટ્રકોના ડ્રાયવર ક્લીનર ને માર મારી રસ્તે ઉતારી કિંમતી સામાન સહિત ટ્રકોની લૂંટ ચલાવી ભાગી જતા હતા.આ ટોળકીએ અમદાવાદ,સુરત અને વડોદરા વિસ્તારમાં પણ લૂંટ ચલાવી હતી.સુરતના પીપોદરા નજીક લોખંડના સળિયા ભરેલી ટ્રકની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા.જોકે સાતિર લૂંટારા અન્ય લૂંટને અંજામ આપે એ પહેલા પોલીસના હાથે ઝડપાઇ ગયા હતા.પકડાયેલ પાંચ આરોપીઓ પૈકી 1 સગીર હોવાનું બહાર આવ્યું હતું.આરોપીઓએ સુરત ગ્રામ્યમાં કોસંબા,કડોદરા,ઓલપાડ,કામરેજ, સુરત શહેરમાં સચિન,ઇચ્છાપોર,ડુમસ,હજીરા,પાંડેસરા, અમદાવાદના સરખેજ,બાવળા ,અડાલજ, ભરૂચના અંકલેશ્વર અને નવસારીમાં 29 જેટલા ગુનાને અંજામ આપ્યો હતો.
આરોપીઓ પર નોંધાયેલા ગુનાઓ
1.અપહરણ વિથ લૂંટ 01 ગુનો
2.ટ્રક,ટ્રેલર,ટેમ્પો ચોરીના 14 ગુના
3.લોખંડ સળીયાની 07 ચોરી
4.મોટર સાયકલની 1 ચોરી
5.ઘરફોડ ચોરી 01
6.સિમેન્ટ ભરેલી ટ્રકની ચોરી 01
7.હાઇવે પર પેસેન્જરને લિફ્ટ આપી સોના ચાંદીના દાગીનાની ચોરી .
પકડાયેલા આરોપીઓ
1.અશોક રમેશ ઓડ.
2.રણજિત હિંમત ઓડ.
3.હમીર ઉર્ફ રમેશ ઓડ.
4.બુધા ઉર્ફ રાજુ ઓડ.
5.એક સગીર
આ ટોળકી હાઇવે પર વાહન ચાલકો અને રાહદારીને લૂંટી ફરાર થઇ જતી હતી.છેલ્લા કેટલા સમયથી હાઇવે પર લિફ્ટ આપી મુસાફરોના દાગીના અને રોકડ લઈને પણ ફરાર થઇ જતા હતા.પરંતુ કહેવાય છેને બુરા કામનો અંજામ પણ બૂરો તેમ ટોળકી ઝડપાઇ ગઈ છે હજી ફરાર આરોપીને પકડવા પોલીસ કામે લાગી છે હજી લૂંટના ભેદ ઉકેલાય એવી શક્યતા પોલીસ સેવી રહી છે.