સુરતના પલસાણા ચાર રસ્તા નજીક આવેલ મીલ પાસે હત્યાનો બનાવ બન્યો હતો.આ બનાવ અંગે મળતી માહિતી મુજબ બુધ્ધીલાલ ગૌતમ નામના યુવકની માથાના ભાગે તીષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરવામાં આવી હતી.આ યુવાનની હત્યા કેમ, ક્યારે અને ક્યાં કરવામા આવી એ બાબતો તપાસનો વિષય બની ગયો છે ત્યારે આ બનાવ અંગે હાલ તો પોલીસ તંત્ર દોડતુ થઇ ગયુ છે.આ અંગે મળતી માહિતી મુજબ બુધ્ધીલાલ શીવ કુમાર ગૌતમ ઉ.વ.-૩૫ હાલ રહે.-પલસાણા,સુરત મુળ રહે.- મિરઝાપુર,ઉત્તર પ્રદેશની હત્યા કરવામા આવી હતી.પ્રાથમિક તારણ મુજબ માથાના ભાગે તીષ્ણ હથિયારના ઘા કરી તેની હત્યા કરાય હોવાનુ જણાય છે.હાલ આ બનાવની તપાસ પલસાણા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. એ.એમ.કામડિયા કરી રહ્યા છે….
Advertisement