રાજ્ય સરકાર દ્વારા ગરીબ કલ્યાણ મેળા નું આયોજન રાજ્યમાં થઈ રહ્યું છે ત્યારે સુરત જિલ્લામાં 2.60 કરોડના ખર્ચે 3730 લાભાર્થીઓ ને સરકાર દ્વારા લાભ આપવામાં આવશે.ત્યારે કામરેજ ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો.જેમાં રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી ,ગુજરાત રાજ્ય પ્રવાશન નિગમ ના અધ્યક્ષ કમલેશ પટેલ સહિત ઓલપાડ,કામરેજ,ચોર્યાસી અને મહુવા ના ધારાસભ્ય હાજરી આપી હતી
સુરત જિલ્લાના કામરેજ તાલુકા મથકે આવેલ ભારતીય વિદ્યા મંડળ કોલેજ કેમ્પસ ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો.જેમાં રાજ્યના આરોગ્ય મંત્રી કિશોર કાનાણી ,પ્રવાશન નિગમના અધ્યક્ષ કમલેશ પટેલ સહિત ઓલપાડ,કામરેજ,ચોર્યાસી અને મહુવાના ધારાસભ્ય હાજરી આપી હતી.સુરત જિલ્લામાં 2.60 કરોડના ખર્ચે 3730 લાભાર્થીઓ ને લાભ આપવામાં આવ્યો હતો..આરોગ્ય મંત્રી કુમાર કાનાણી ને રાજ્યમાં વધી રહેલા ભસ્ત્રાચાર મુદ્દે પૂછતાં તેઓએ કહ્યું હતુંકે ગુજરાતમાંથી હવે ભ્રષ્ટચાર દૂર થઈ રહ્યો છે અને સરકાર એ દિશામાં કામ કરી રહી છે
કામરેજ ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં આદિજાતિ વિકાસ વિભાગની જુદીજુદી યોજના ઓમાં ખેડૂતોને ઓજાર સહાય, ખેત મજૂરો,સાધન સહાય, કુંવરબાઈ નું મામેરું,મત્સ્ય ઉધોગના સાધનોનું વિતરણ કરાયું હતું.અલગ અલગ વિભાગ દ્વારા 3 હજારથી વધુ લાભાર્થીઓ ને લાભ આપવામાં આવ્યો હતો