Proud of Gujarat
GujaratFeaturedINDIA

પલસાણા હિમાલય હિન્દુ હોટલના કમ્પાઉન્ડ માથી જંગી વિદેશી દારૂ અને બિયર ભરેલ ટ્રક ઝડપાય…

Share

દારૂ,બિયર,ટ્રક અને અન્ય ચિજવસ્તુઓ મળી કુલ રૂ|.-૭૦,૦૪,૮૯૦ની મત્તા જપ્ત……

Advertisement

નવ આરોપીઓ વોન્ટેડ, માત્ર એક આરોપી ઝડપાયો….

સુરત જીલ્લાના પલસાણાની હિમાલય હિન્દુ હોટલના કમ્પાઉન્ડ માંથી જંગી વિદેશી દારૂ અને બિયર ભરેલ ટ્રક ઝડપી પાડવામાં આવી હતી. મળેલ બાતમીના આધારે સ્ટેટ મોનેટરીંગ સેલ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા રેઇડ પાડી આ જથ્થો ઝડપાયો હતો.બનાવમાં એક આરોપી ઝડપાયો પરંતુ હજી નવ આરોપીઓ વોન્ટેડ છે.તા.-૦૩/૦૧/૨૦૧૯ના સવારના સમયે પલસાણાના હિમાલય હિન્દુ હોટલના કમ્પાઉન્ડ માથી મળેલ બાતમી મુજબની ટ્રક નં-એમ.એચ.-૧૮ એ.સી.-૭૧૪૯ ઝડપાઇ હતી.જેની તપાસ કરતા ભારતીય બનાવટની વિદેશી દારૂની રોયલ સ્પેશીયલ, ઓલ્ડ ડિલક્ષ વ્હિસ્કીની બોટલ તથા બિતેયર ટીન મળી કુલ ૫૯૯૭૬ બોટલ કિંમત રૂ|.૫૯,૯૭,૬૦૦ આરોપી પાસે મોબાઇલ નં-૧ કિંમત રૂ|.૧૦૦૦ ટ્રકની કિંમત રૂ|.- ૧૦ લાખ  તેમજ રોકડ રૂપિયા ૬,૨૯૦ મળી કુલ-૭૦,૦૪,૮૯૦ની મત્તા પોલીસે જપ્ત કરી હતી.આ અંગે મોનેટરીંગ સેલ ગાંધીનગરના મુકેશ તરસીભાઇએ ફરિયાદ આપતા તેમા આરોપી તરીકે (૧) સમીર રમજાન શેખ રહે.નવાપુર જી.નંદુરબાર માહારાષ્ટ્ર ઝડપાયો છે જ્યારે(૨) કમલેશ મારવાડી રહે.નવાપુર (૩) પંકજ સોનવણે (૪) નીતીન પાટીલ બન્ને રહે.નવાપુર (૫) બાબુ મારવાડી રહે.બારડોલી (૬) રોશન ઠકોર રહે.દમણ (૭) હર્ષદ ભંડારી રહે.દમણ (૮) કેતન ભંડારી રહે.વાપી (૯) સંજય જેના રહે.સેલવાસ અને (૧૦) દીનેશ દેવરે રહે.નવસારી આમ નવ આરોપી વોન્ટેડ છે.આ બનાવ ની તપાસ પલસાણા પોલીસ કરી રહી છે ..


Share

Related posts

ભરશિયાળે કમોસમી વરસાદ, જગતના તાત ખેડૂતોને ફટકો.

ProudOfGujarat

યે અબ્દુલ્લા કબ સુધરેગા, ગણતરીની મીનીટોમાં મોટરસાયકલ ચોરીને અંજામ આપી પલાયન થતો અબ્દુલ્લા આખરે ફરી એકવાર ભરૂચ એ ડિવિઝન પોલીસની પકડમાં આવી પહોંચ્યો.

ProudOfGujarat

માંગરોલનાં સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયુષ્માન ભવઃ કાર્યક્રમ અન્વયે આરોગ્ય કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!