દિનેશભાઇ અડવાણી
વાત છે સુરત જિલ્લાના એક એવા ગામની જ્યાં મોત આવૅ છે છાના પગે.આ ગામમાં એક નહીં અસંખ્ય લોકોના મોત કુદરતી નહીં પણ અકાળે થયા છે.ગામના મહાદેવ મંદિરના નિર્માણ દરમ્યાન એક યુવકનું કરંટ લાગવાથી મોત થયું હતું અને ત્યારબાદ અકાળે મોતનૉ સિલસિલો સતત વધતો ગયો.જેમાં ગામના આશાસ્પદ યુવાનો સહીત ગામના વડીલોના અકાળે મોત થયા અને જાણે ગામ પર કોઈ પ્રકોપ કે શાપ હોય એવો ભ્રમ ગ્રામજનોમા ફેલાતા ગામમાં અકાળે મોતને ભેટેલા યુવાનો અને વડીલોની આત્માને શાંતિ મળે એ માટે ગાયત્રી પરિવારના સાનિધ્યમાં પિતૃ શાંતિ યજ્ઞ કરાયો હતો સાથે સુરતના આગકાંડની ઘટનામાં મોતને ભેટેલા આશાસ્પદ વિધ્યાર્થીઓની આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના કરાઈ હતી.
આ વાત છે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના મીરજાપોર ગામની જ્યાંના લોકો એક પછી એક બની રહેલી મોતની ઘટનાઓને લઈને ચિંતામાં મુકાય ગયા છે.આ તમામ મોત કુદરતી નહિ પરંતુ અકાળે થયા છે.કોઈ તળાવના પાણીમાં ડૂબ્યું, તો કોઈ વાહન અકસ્માતમા,તો કોઈ ને લાગ્યો કરંટ,કોઈના પર દીવાલ પડી એમ બે માસમાં દસ લોકોના મોત થયા છે અને બે વર્ષમાં 40 લોકોના અકાળે મોત થયા છે.ગ્રામજનોએ ગામમાં થતા અકાળે મોતના પગલે ગાયત્રી પરિવારની મદદ લીધી હતી અને ગામના મંદિરે અકાળે મોતને ભેટેલા લોકોની તસ્વીર મૂકી વિધિસર શાંતિ પ્રાર્થના તેમજ યજ્ઞ કરાયો હતો.
ગામના એક આગેવાનની વાત માનીએ તો મહાદેવ મંદિરના નિર્માણ દરમ્યાન ગામના એક આશાસ્પદ યુવાનનું કરંટ લાગવાથી મોત થયું હતું અને ત્યારબાદ સતત ગામમાં અકાળે મોટ થવાની ઘટનામાં વધારો થયો.ગામના આશાસ્પદ યુવાનો વાહન અકસ્માતમાં મોત થયા જ્યારે ,હાલમાં થોડા સમય પહેલા દીવાલ પડવાથી પટેલ પરિવારના ત્રણ લોકોના મોત થયા હતા.જાણે ગામને કોઈની નજર લાગી ગઈ હોય એમ એક પછી એક એમ બે વર્ષમાં 40 લોકોના અકાળે મોત નિપજતા હતા.
મીરજાપોર ગામમાં અકાળે મોત થવાના કિસ્સા વધતા ગામના લોકોએ ગાયત્રી પરિવારની મદદ લઇ પિતૃ શાંતિ માટે યજ્ઞ આહુતિ આપી ભગવાનને પ્રાથના કરી હતી કે ગામમાં કોઈનું અકાળે મોત ના થાય અને ગામમાં સુખશાંતિ બની રહે એવી પ્રાર્થના સાથે ગામના એ 40 મૃતાત્માને શાંતિ પ્રાર્થના કરી હતી સાથે સુરત અગ્નિકાંડ માં મોતને ભેટેલા 22 આશાસ્પદ વિધ્યાર્થી ની આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના પણ કરવામાં આવી હતી.