Proud of Gujarat
GujaratFeaturedINDIA

ચીખલી નજીક ફાર્મ હાઉસમાં પોલીસે દરોડા પાડ્યા: 4 શખ્સો 44.36 લાખના ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયા

Share

 

ચીખલી:સુરત રેંજ આઈ.જી.ની ડિટેકશન ટીમ અને આર.આર. સેલે સંયુક્ત ઓપરેશનમાં ચીખલીના પીપલગભાણ ગામે ફાર્મ હાઉસમાં ત્રાટકીને ચાર શખ્સો પાસેથી રૂ. ૪૪.૩૬ લાખનું ડ્રગ્સ ઝડપી પાડયું હતુ. આજે આરોપીને કોર્ટમાં રજૂ કરી ચાર દિવસના રિમાન્ડ લેવામાં આવ્યા છે. ચીખલી તાલુકાના પીપલગભાણ ગામે ભગવાનભાઈનાં ફાર્મ હાઉસમાં ત્રાટકીને પોલીસે મુકેશ નાનુભાઈ કોળી પટેલ (રહે. તલાવચોરા, તા. ચીખલી) બાબુભાઈ આહીર (રહે. ઘેજ, તા. ચીખલી) પ્રકાશ ભગુભાઈ કોળી પટેલ (રહે. પીપલગભાણ, તા. ચીખલી) મનોજ ચીમનભાઈ ઢોડીયા પટેલ (હાલ રહે. વાડ ગામ, તા. ખેરગામ, મૂળ રહે. પીઠા, તા. જી. વલસાડ) ને પકડી તેમની પાસેથી માદક પદાર્થનો જથ્થો (ડ્રગ્સ) કુલ વજન ૫૫૪.૫૯૦ ગ્રામ કિંમત રૂ. ૪૪,૩૬,૭૨૦ અને અન્ય મુદ્દામાલ સહિત કુલ રૂ. ૪૪,૯૦,૮૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવની વધુ તપાસ નવસારી જિલ્લા ડી.વાય.એસ.પી. એસ.જી. રાણો સંભાળતા બુધવારે ચારેય આરોપીને ચીખલી કોર્ટમાં રજૂ કરાતા કોર્ટે ચારેય આરોપીનાં ચાર દિવાસનાં રિમાન્ડ મંજુર કર્યા છે.

Advertisement

Share

Related posts

ઘી પાલેજ હાઈસ્કૂલ પાલેજનું ધોરણ ૧૨ નું ૭૪.૨૩ ટકા પરિણામ.

ProudOfGujarat

અંકલેશ્વર : ભીલ ફેડરેશન ઓફ ઇન્ડિયા અને સમસ્ત આદિવાસી સમાજ ઉન્નતિ મંડળ નાની નારોલીના હોદ્દેદારોની અગત્યની બેઠક મળી.

ProudOfGujarat

અમદાવાદમાં આજે સાંજે યોજાશે નિ:શુલ્ક ડ્રોન શો, 600 ડ્રોન ઉડશે આકાશમાં.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!