Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરતમાં ગુનેહગારે પોલીસને આપી ધમકી, મને HIV છે, બચકું ભરી લઈશ

Share

 

સૌજન્ય/સુરત: લાલગેટ પાસે રાત્રે બે વાગે એક યુવક દારૂ પીને મોપેડ ચલાવતો હતો. પોલીસે તેને આંતરીને કાયદેસરની કાર્યવાહી કરવાની કોશિષ કરી ત્યારે યુવકે કહ્યું કે તમે મારૂં કાઈ બઘાડી શકશો નહીં. મને એઇડ્સ છે.તું તમને પણ કરડી લઇશ. પહેલા પોલીસ પોલીસ પણ ગભરાઈ ગઈ પરંતુ ખ્યાલ આવી ગયો કે બાઇકવાળો ગેરમાર્ગે દોરે છે એટલે તેને જબરજસ્તી પકડી લીધો. પોલીસ સ્ટેશન લઈ ગયા તો ત્યાં પણ તેને તોફાન મચાવ્યું હતું. પોલીસ ઇન્સ્પેક્ટરના કેબીનના દરવાજાને માથું અફાડીને કાચ ફોડી નાખ્યો હતો. પોલીસે યુવક વિરુદ્ધ ગુનો દાખલ કરીને બળ વાપરીને તેને એક રૂમમાં બંધ કરી દીધો. તપાસ કરી તો તેને એઇડ્સ હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર લાલગેટ પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ સ્ટાફ સાથે રાત્રે બે વાગે સૈયદપુરા પંપીંગ ચાર રસ્તા પાસે વાહન ચેકિંગમાં હતા ત્યારે એક બાઇક પર યુવક આવ્યો. તે દારૂ પીધેલો હોય એવું લાગતું હતું. નજીક આવીને તેનું મોઢું સુંઘતા તે નશો કરેલો હોવાનું જણાયું હતું. તેનો પોલીસ સ્ટેશન લઈ જતા હતા ત્યારે તેને રસ્તા પર બરાડા પાડીને કહ્યું કે તમે મારું કાંઈ બગાડી શકતા નથી મને એઇડ્સ છે. હું તમને કરડી લેવા તો તમે મરી જશો. પહેલા તો પોલીસ પણ ગભરાઈ હતી. ત્યાર બાદ વધુ પોલીસ કર્મચારીઓને બોલાવીને યુવકને જબરજસ્તી પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. ત્યાં યુવકે બહું તોફાન કર્યું હતું. પોલીસે તપાસ કરી તો તેને એઇડસ હોવાનું સ્પષ્ટ થયું હતું.

Advertisement

Share

Related posts

ઝઘડિયા તાલુકામાં કોરોના સંક્રમણની વિકટ બનતી પરિસ્થિતિ…

ProudOfGujarat

અંકલેશ્વર ના કોસમડી ગામે પશુઓના ત્રાસના કારણે કપાસ અને શેરડીના પાકને નુકસાની થયાનો આક્ષેપ કરતા ખેડૂતો

ProudOfGujarat

નડિયાદ : નહેરુ યુવા કેન્દ્ર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન ૨.૦ હાથ ધરાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!