સુરત ડીંડોલી પોલીસ સ્ટેશનના ઇંગ્લીશ દારૂના ક્વોલિટી કેસમાં છેલ્લા દોઢ મહિનાથી નાસતા ફરતાં રીઢા આરોપી પ્રકાશ આહિરે ને ડીંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમે ઝડપી પાડ્યો છે.
સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર સાહેબ સેકટર-૧ તથા DCP ઝોન-૨ ભગીરથ ગઢવી સાહેબ તથા ACP “D” ડીવિઝન* સુરત શહેર નાઓએ સુરત શહેર વિસ્તારમાં પ્રોહીબીશન ગુનામાં વોન્ટેડ આરોપીઓને પકડવા માટે આપેલ સુચના અન્વયે ડીંડોલી પો.ઇન્સ. શ્રી આર.જે.ચુડાસમા* નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ PSI હરપાલસિંહ મસાણી* નાઓ સર્વેલન્સના પોલીસ માણસોને સાથે રાખી ડીંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મિલિંદ તુકારામ, રાજદીપસિંહ નરેન્દ્રસિંહ તથા કુલદિપસિંહ હેમુભા નાઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે ” આજથી દોઢેક મહિના પહેલા નવાગામ ડીંડોલીમાં આવેલ કૈલાશનગર પ્લોટ નંબર 78 માં ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ=278 જેની કિંમત રૂપિયા 30910/- નો મુદ્દામાલ ડીંડોલી પોલીસની રેઈડ દરમિયાન કબજે કરેલ અને સ્થળ ઉપરથી જે તે સમયે નાસી જનાર મુખ્ય આરોપી પ્રકાશ ઉર્ફે પકો અશોક આહીરે ડીંડોલીમાં આવેલ સી.આર. પાટીલ બ્રિજ નીચે ઊભો છે” જેથી સર્વેલન્સના પોલીસ માણસોને સાથે રાખી બાતમી હકીકત વાળી જગ્યાએ જઈ કોર્ડન કરી વોન્ટેડ આરોપી પ્રકાશ ઉર્ફે પકો અશોક આહીરે ઉ.27, રહે-પ્લોટ નં.82 શુભમ રેસીડેન્સી, નવાગામ ડીંડોલી સુરત , મૂડ રહેઠાણ: ગોપાલપુરા , કૃષ્ણ મંદિર, ડોંડાઈચા, જીલ્લો , ધુલિયા (મહારાષ્ટ્ર )ને ઝડપી પાડ્યો છે, અત્રે ઉલ્લેખનીય છે કે આ ગુનાના કામે વોન્ટેડ પ્રકાશ ઉર્ફે પકો આહીરે ભૂતકાળમાં ખૂન, ખૂનની કોશિષ, લૂંટ, આર્મ્સ એક્ટ, પ્રોહિબિશનના ગુનાઓ, તથા મારામારી સહિતના 15 ગુનાઓમાં સંડોવાયેલ રીઢો આરોપી છે.