સુરતના ઉમરા વિસ્તારમાં વહેલી સવારે મોર્નિંગ વોકમાં નીકળેલ સિનિયર સિટીઝન ડોક્ટર ના ₹40,000 ની કિંમત નાં મોબાઈલ ફોનની ચિલઝડપ કરી નાસતા ફરતા આરોપી ઈમરાન ઉર્ફે છપ્પન ને મોબાઈલ ફોન સાથે ઝડપી પાડી ઉમરા પોલીસ સ્ટેશનનો મોબાઈલ સ્નેચિંગનો ગુનો સુરત શહેર ડીંડોલી પોલીસ સ્ટેશન સર્વેલંન્સ ટીમે ગુનો ડિટેક્ટ કર્યો છે.
સુરત શહેર પોલીસ કમિશનર અજય કુમાર તોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર, સેક્ટર-૦૧ સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન-૨ સાહેબ તથા જે.ટી. સોનારા સાહેબ ACP “D” ડીવિઝન સુરત શહેર નાઓએ વર્ગ “અ” પડત વણ શોધાયેલા ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના આપેલ જે અન્વયે પો.ઇન્સ.આર.જે. ચુડાસમા*તથા સેકન્ડ પો.ઈન્સ. એસ.એમ.પઠાણ નાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ PSI હરપાલસિંહ મસાણી નાઓ સર્વેલન્સના પોલીસ માણસો સાથે ભેસ્તાન આવાસ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન મિલિંદ તુકારામ, દિપક તાપીરામ તથા કુલદિપસિંહ હેમુભા નાઓને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે “ઇમરાન ઉર્ફે છપ્પન નામનો ઈસમ કે જેણે શરીરે બ્લેક એન્ડ પિંક પટાવાળું ટીશર્ટ તથા બ્લ્યુ જીન્સ પેન્ટ પહેરેલ છે, તે ચોરી કરેલ મોબાઈલ ફોન વેચવા ભેસ્તાન આવાસમાં આવેલ સરદાર ગેટ પાસે ઉભો છે” જે બાતમી હકીકતની ખરાઈ કરી, બાતમી હકીકત વાળી જગ્યાએ જઈ પોલીસે તપાસ કરતા આરોપી ઈમરાન ઉર્ફે છપ્પન શાહિદ શેખ, ઉ.વ.૨૪, રહે- બિલ્ડીંગ નંબર A/50/5 ભેસ્તાન આવાસ ડીંડોલી સુરતને ઝડપી પાડી તેની અંગઝડતી કરતા તેની પાસેથી વન પ્લસ કંપનીનો એક કાળા કલરનો મોબાઈલ ફોન, જેની કિંમત ₹40,000/- નો મળી આવ્યો હોય જે મોબાઈલ બાબતે આરોપીની કડકાઈ થી પૂછપરછ કરતા તેણે જણાવેલ કે *”આજથી એકાદ માસ પહેલા વહેલી સવારે ભેસ્તાન આવાસમાં જ રહેતા તેના મિત્ર ફૈઝાન ઉર્ફે બોબડા સાથે તેની બાઈક ઉપર ઉમરા વિસ્તારમાં મોબાઇલ સ્નેચિંગ કરવા માટે ગયેલ હતા, ફૈઝાન બાઈક ચલાવતો હતો તથા હું તેની પાછળ બેસેલ હતો, દરમિયાન એસ.ડી.જૈન સ્કૂલ પાસે મોટી ઉંમરના એક ભાઈ ફોન ઉપર વાતો કરતા ચાલતા જતા હતા, ત્યારે મેં તેમના હાથમાંથી મોબાઇલ ફોન ચાલુ બાઇકે આંચકી લીધેલની પોલીસ સમક્ષ કબુલાત આપી હતી, ત્યારબાદ તેઓ બન્ને ભેસ્તાન આવાસ રહેતા હોય પોલીસે ચોરી નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.