Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઉમરપાડા તાલુકાના સરવણ ફોકડી ગામે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કર્યું

Share

કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે ગામ સુધી પહોંચે તેવા આશયથી સુરતના ઉમરપાડા તાલુકાનાં સરવણ ફોકડી ગામે ધારાસભ્ય ગણપતસિંહ વસાવા તથા ગ્રામજનોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું. જ્યાં ગ્રામજનો વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.

આ અવસરે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ એક પણ જરૂરીયાતમંદ લાભાર્થી સરકારની યોજનાઓના લાભોથી વંચિત ન રહે તે માટે સરકાર કટિબધ્ધ હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે એ.પી.એમ.સી.ના ચેરમેન શામસીગભાઈ વસાવાએ પણ પ્રાસંગિક ઉદ્બોધન કરવામાં આવ્યું હતું.

કેન્દ્ર અને રાજય સરકારની પોષણ અભિયાન, પી.એમ કિસાન વય યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, આયુષ્યમાન કાર્ડ,જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પુરી પાડવામાં હતી. આ અવસરે મહાનુભવોના હસ્તે સરકાર ની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.

Advertisement

આ પ્રસંગે સરવણ ફોકડી ગામે જિલ્લા બાળવિકાસ સમિતિના દરિયાબેન વસાવા, સુમુલ ડેરીના રીતેશભાઈ, તાલુકા વિકાસ અધિકારી પઠાણ, મામલતદાર બેસાણીયા, PHC મેડિકલ ઓફિસર, ICDS સુપરવાઈઝર સંગીતાબેન, ગામના તલાટી-કમ-મંત્રી વિપુલભાઈ અને ગામના સરપંચ દ્દેવાંગીબેન, શાળાના આચાર્ય સંગીતાબેન, આંગણવાડી કાયૅકર, આરોગ્ય સ્ટાફ ગામના વડીલો અને અન્ય વિભાગના અધિકારી કર્મચારી સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો મોટયી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

વિનોદ મૈસુરિયા : વાંકલ


Share

Related posts

નડિયાદના કપડવંજના પોલ્ટ્રી ફાર્મમાંથી રૂ. 19 લાખથી વધુનો વિદેશી દારૂનો જથ્થો ટાઉન પોલીસે કબજે કર્યો.

ProudOfGujarat

જ્યોર્જિયા એન્ડ્રિયાની અને વરુણ ભગતનું નવું સોન્ગ “બીબા” રીલીઝ થયું

ProudOfGujarat

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઈ.પી.સી.એલ. એકેડમી નાની નરોલી શાળામાં પેરેન્ટસ ઓરિએન્ટેશન-2023 કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!