સુરત શહેર પોલીસ કમિશનર અજયકુમાર તોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર સેકટર-૧ વાબાંગ જામીર સાહેબ તથા DCP ઝોન-૨ ભગીરથ ગઢવી સાહેબ તથા ACP “D” ડીવિઝન જે.ટી.સોનારા સાહેબ સુરત શહેર નાઓએ સુરત શહેર વિસ્તારમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિ નેસ્તનાબૂદ કરવા માટે આપેલ સુચના અન્વયે ડીંડોલી. પો.ઇન્સ. આર.જે.ચુડાસમા નાઓના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ PSI હરપાલસિંહ મસાણી નાઓ સર્વેલન્સના પોલીસ માણસોને સાથે રાખી ડીંડોલી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હિતેશસિંહ રામસિંહ તથા રાજદીપસિંહ નરેન્દ્રસિંહ નાઓને ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે ” ડીંડોલી મધુરમ સર્કલથી ભેસ્તાન આવાસ તરફ જતા નહેરવાળા રોડ ઉપર નાયરા પેટ્રોલ પંપ પાસેથી એક સફેદ કલરની ફોર વ્હિલર મારુતિ અર્ટિગા ગાડી નંબર GJ-05- RN 7034 માં બે ઈસમો ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરી પસાર થનાર છે.”* જેથી સર્વેલન્સના પોલીસ માણસોને સાથે રાખી બાતમી હકીકતવાળી જગ્યાએ આજુબાજુમાં વોચમાં ગોઠવાઈ ગયેલ, દરમિયાન બાતમી હકીકતમાં જણાવ્યા પ્રમાણેની સફેદ કલરની મારૂતિ અર્ટીગા કાર પસાર થતા તેને રસ્તામાં રોકી તપાસ કરતાં. ૧) અભિષેક વિશ્વનાથ શીંદે ઉ.૨૨ રહે- ઈ/૧૦૨ ઉત્સવ રેસીડેન્સી, ડીંડોલી સુરત તથા મૂળ વતન ગામ-મસદી, તા-સાકરી, જિલ્લા-ધુલિયા (મહારાષ્ટ્ર) (૨) પરેશ ભરત પાટીલ ઉ.૨૩, રહે- ઘર નં. ૨૦૨ રામનગર સોસાયટી લિંબાયત સુરત તથા મૂળ વતન ગામ-નાન્દ્રે જિલ્લા-ધુલિયા (મહારાષ્ટ્ર) કારમાંથી બે ઈસમોને ભારતીય બનાવટના વિદેશી બિયરના અલગ અલગ બ્રાન્ડના ટીન નંગ=408 જેની કિંમત રૂ. 57120/- તથા ત્રણ મોબાઈલ કિંમત રૂ. 33000/- તથા મારૂતિ અર્ટીગા કાર કીંમત રૂપિયા 10,00000/- સહિત કુલ રૂપિયા 10,90,120/- નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે અને વોન્ટેડ આરોપીને પકડી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ
Advertisement