મધ્યપ્રદેશ રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપનો ભવ્ય વિજય થતા ઉમરપાડા તાલુકાના કેવડી અને વાડી ગામે ભાજપ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી આનંદ ઉત્સવ મનાવ્યો હતો.
મધ્યપ્રદેશ રાજસ્થાન સહિત પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીની મતગણતરી સવારે શરૂ થઈ હતી જેમાં મધ્યપ્રદેશ રાજસ્થાન અને છત્તીસગઢ સહિત ત્રણ રાજ્ય માં ભાજપનો ભવ્ય વિજય થયો હતો અને ત્રણેય રાજ્યોમાં આવેલ આદિવાસી વિસ્તારની મહત્તમ બેઠકો પર ભાજપ પક્ષે જીત મેળવતા આદિવાસી સમાજમાં ખુશીની લેહર વ્યાપી ગઈ હતી ઉમરપાડાના કેવડી ગામે તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઈ વસાવા ની આગેવાની હેઠળ કેવડી ગામના સરપંચ વિનયભાઈ વસાવા તાલુકા ભાજપ આદિવાસી મોરચાના પ્રમુખ નટુભાઈ વસાવા સરપંચ રવિન્દ્રભાઈ વસાવા, ગુલાબભાઈ વસાવા અને વેપારી મંડળના સભ્યો ભાજપના કાર્યકર્તાઓ એ ફટાકડા ફોડી મીઠાઈ વહેંચી આનંદ ઉત્સવ મનાવ્યો હતો જ્યારે વાડી ગામે તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ વિપુલભાઈ વસાવા શાંતિલાલ વસાવા વાડી ગામના સરપંચ ભુપેન્દ્રભાઈ વસાવા કૃપાલસિંહ વસાવા સહિતના ભાજપ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી મીઠાઈ વેહચી વિજયને વધાવી લઈ આનંદ ઉત્સવ મનાવ્યો હતો.
વિનોદ મૈસુરીયા : વાંકલ