કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો ગામે-ગામ પહોંચે તેવા આશયથી ઉમરપાડા તાલુકાના ગુંદિકુવા ગામે આવી પહોંચેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત કરાયુ હતું. અહીં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું, અને વિકસિત ભારતના નિર્માણની સામૂહિક પ્રતિજ્ઞા ગ્રહણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે મુખ્ય શિક્ષક ભરતભાઇ પ્રાસંગિક ઉદ્દબોધન કરતા યાત્રાનો હેતુ સ્પષ્ટ કર્યો હતો. તેમજ વિવિધ શાખાઓ દ્વારા કેન્દ્ર અને રાજ્ય સરકારની પોષણ અભિયાન, પી.એમ કિસાન સન્માન નિધિ યોજના, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ, જલજીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં હતી.
આ વેળાએ પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, સખી મંડળ, ખેતીવાડી વિભાગ, આરોગ્ય યોજનાઓના લાભાર્થીઓએ પોતાના અનુભવો વર્ણવ્યા હતા.
આ પ્રસંગે તાલુકા પંચાયતસભ્યશ્રી મહેશભાઈ, સરપંચશ્રી મધુબેન,વાસ્મોમાથી જયેન્દ્રભાઈ, તલાટીશ્રી મણિલાલભાઈ, ઉપસરપંચશ્રી શકર્તાબેન, મેડીકલ ઓફિસર સોહમભાઈ, આરોગ્ય સ્ટાફ, ICDS મુખ્ય સેવિકા પિનલબેન, આંગણવાડી વર્કરો, તેડાગર બહેનો અને અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
વિનોદ મૈસુરિયા : વાંકલ