Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતની સચિન GIDC ની એથર કંપનીમાં લાગી આગ, 24 કર્મચારી દાઝ્યાં

Share

સુરતના સચિન વિસ્તારમાં કેમિકલ બનાવતી એથર ઈન્ડસ્ટ્રીઝમાં સ્ટોરેજ ટેન્કમાં બ્લાસ્ટ થતા ભીષણ આગ લાગી છે. આગના પગલે સ્ટાફમાં દોડધામ મચી છે. આ ઘટનામાં લગભગ 24 જેટલાં કર્મચારીઓ દાઝી ગયાની માહિતી મળી રહી છે.

માહિતી અનુસાર આગ ઓલવવાના પ્રયાસરૂપે ફાયરબ્રિગેડની એક મોટી ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. જેના બાદ કલાકો સુધી આગ ઓલવવાનો પ્રયાસ કરાયો હતો. ઘાયલ કર્મચારીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. રાતે બે વાગ્યે આસપાસ આ ઘટના બની હોવાની જાણકારી મળી રહી છે. પ્રાથમિક તપાસમાં સચિન જીઆઈડીસી વિસ્તારમાં આવેલી એથર ઈન્ડસ્ટ્રીઝ કંપનીમાં આવેલા કેમિકલ પ્લાન્ટના સ્ટોરેજ ટેન્કમાં પ્રચંડ વિસ્ફોટ થવાને કારણે આગ ફાટી નીકળી હોવાની જાણકારી અપાઇ છે.

Advertisement

Share

Related posts

માંગરોળ : બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા તાલુકાનાં સી.આર.સી. તથા મુખ્યશિક્ષકો માટેની એક દિવસીય માર્ગદર્શન શિબિર યોજાઈ.

ProudOfGujarat

ભરૂચ : પાસા એકટ હેઠળ એક આરોપીની અટકાયત કરતી દહેજ પોલીસ.

ProudOfGujarat

અંકલેશ્વર જી આઈ ડી સી વિસ્તાર માં આવેલ મેરેડિયન કેમ કંપની માં કેમીકલ ટેન્ક માં પડી જતા એક કામદાર નું ભરૂચ ની ખાનગી હોસ્પિટલ માં સારવાર દરમિયાન મોત નિપજયુ હતું .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!